બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પહેલા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) એ પોતાના સહયોગી દળો વચ્ચે સીટ વહેંચણીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પહેલા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) એ પોતાના સહયોગી દળો વચ્ચે સીટ વહેંચણીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વખતે ગઠબંધનના તમામ પક્ષો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેનાથી ચાલી રહેલી તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયો છે.
NDAના મુખ્ય ઘટક દળો ભાજપ (BJP) અને જનતા દળ યુનાઈટેડ (JDU) ને સમાન સંખ્યામાં એટલે કે 101-101 બેઠકો આપવામાં આવી છે. આ સમાન વિભાજન બંને મુખ્ય પક્ષો વચ્ચે સંતુલન અને પ્રાદેશિક પ્રભુત્વ જાળવી રાખવાની વ્યૂહરચના દર્શાવે છે.
અન્ય સહયોગી દળોને પણ મહત્ત્વની ભાગીદારી મળી છે:
લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ને 29 બેઠકો.
રાષ્ટ્રીય લોક મોરચા (RALOMO) અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) ને છ-છ (6-6) બેઠકો.
NDAના મહાસચિવ વિનોદ તાવડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ જાણકારી શેર કરી અને કહ્યું કે ગઠબંધને “આપસી સહમતિ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં” સીટોનું વિતરણ પૂર્ણ કર્યું છે. તમામ સહયોગી દળોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને બિહારમાં ફરી NDA સરકાર બનાવવાનો સંકલ્પ લીધો છે.ગઠબંધનની ચૂંટણી રણનીતિને મજબૂત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપના મુખ્ય ચૂંટણી સમિતિ (CEC) ની બેઠકમાં સામેલ થયા હતા.











