રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ (Power Grid) પર ફરી એકવાર મોટા પાયે હુમલા કર્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે રવિવારે દાવો કર્યો હતો કે તેના સૈનિકોએ યુક્રેનની ઊર્જા સુવિધાઓને નિશાન બનાવી,

રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ (Power Grid) પર ફરી એકવાર મોટા પાયે હુમલા કર્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે રવિવારે દાવો કર્યો હતો કે તેના સૈનિકોએ યુક્રેનની ઊર્જા સુવિધાઓને નિશાન બનાવી, જેનો ઉપયોગ યુક્રેનના સૈનિકોના ઠેકાણા તરીકે પણ થતો હતો. રશિયાએ છેલ્લા 24 કલાકમાં યુક્રેન તરફથી છોડવામાં આવેલા 72 ડ્રોન તોડી પાડવાનો પણ દાવો કર્યો હતો.
બીજી તરફ, કીવ ક્ષેત્રના ગવર્નર માયકોલા કાલાશનિકના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં યુક્રેનની સૌથી મોટી ઊર્જા કંપની DTEK ના બે કર્મચારીઓ ઘાયલ થયા છે. યુક્રેનના ઊર્જા મંત્રાલય અનુસાર, ડોનેત્સ્ક, ઓડેસા અને ચેર્નિહિવ ક્ષેત્રોમાં પણ વીજળીના માળખાને નિશાન બનાવવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ વ્લોદિમિર ઝેલેન્સ્કી (Volodymyr Zelenskyy) એ સોશિયલ મીડિયા પર લખ્યું કે રશિયા તેમના શહેરો પર હવાઈ આતંક ચાલુ રાખી રહ્યું છે, જેમાં છેલ્લા સપ્તાહમાં 3,100 ડ્રોન અને 92 મિસાઇલોનો ઉપયોગ થયો છે.
‘ટોમહોક’ મિસાઇલથી તણાવ વધ્યો
આ દરમિયાન, ક્રેમલિને (Kremlin) અમેરિકા દ્વારા યુક્રેનને ટોમહોક ક્રૂઝ મિસાઇલ (Tomahawk Cruise Missile) આપવાની સંભાવનાને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ક્રેમલિને ચેતવણી આપી છે કે તેનાથી યુદ્ધ એક નાટકીય વળાંક પર પહોંચી શકે છે. આ મિસાઇલોની રેન્જ 2,500 કિલોમીટર છે, જેનો અર્થ છે કે યુક્રેન રશિયાની રાજધાની મોસ્કો (Moscow) ને પણ નિશાન બનાવી શકે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મિસાઇલો આપતા પહેલા યુક્રેનની યોજના જાણવાની ઈચ્છા વ્યક્ત કરી છે.











