નવરાત્રિ ગરબા પંડાલોમાં બિન-હિન્દુઓના પ્રવેશને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. જાણો બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અને ભોપાલના સાંસદ આલોક શર્માએ આ મુદ્દે શું કહ્યું. શું છે ગૌમૂત્ર અને લવ-જેહાદનો કનેક્શન?

મધ્ય પ્રદેશ, મંગળવાર
નવરાત્રિનો તહેવાર નજીક આવતાં જ મધ્ય પ્રદેશમાં ગરબા પંડાલોમાં બિન-હિન્દુઓના પ્રવેશને લઈને એક નવો વિવાદ શરૂ થયો છે. આ મામલે, બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને ભોપાલના સાંસદ આલોક શર્માએ કેટલાક ચોંકાવનારા નિવેદન આપ્યા છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીનું કડક સ્ટેટમેન્ટ
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ છતરપુરના લવકુશનગરમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જ્યારે આપણે મુસ્લિમોની હજ યાત્રામાં નથી જતાં, તો તેમણે પણ આપણા મા દુર્ગાની આરાધના માટે ગરબા ઉત્સવમાં ન આવવું જોઈએ.” તેમણે આયોજકોને ગરબા પંડાલોના પ્રવેશદ્વાર પર ગૌમૂત્ર રાખવાની પણ અપીલ કરી છે. તેમના આ નિવેદનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભોપાલના સાંસદ આલોક શર્માએ પણ કર્યો વિરોધ
આ વિવાદમાં ભોપાલના સાંસદ આલોક શર્મા પણ જોડાયા છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો ગરબા પંડાલોમાં છૂપા થઈને આવે છે. તેઓ હાથમાં પવિત્ર દોરા બાંધે છે અને તિલક પણ લગાવે છે. તેમનો ઉદ્દેશ્ય હિન્દુ મહિલાઓને લલચાવવાનો હોય છે. આલોક શર્માએ સ્પષ્ટ કર્યું કે નવરાત્રિ એક હિન્દુ તહેવાર અને સનાતન ધર્મની આસ્થાનું પ્રતીક છે.
‘લવ-જેહાદ’નો એંગલ અને હિન્દુ સંગઠનોની ભૂમિકા
નોંધનીય છે કે, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સહિત અનેક હિન્દુ સંગઠનો આ મુદ્દે સક્રિય છે. તેઓ ‘લવ-જેહાદ’ને અટકાવવા માટે હિન્દુ ધાર્મિક કાર્યક્રમોમાં બિન-હિન્દુઓની હાજરીનો વિરોધ કરી રહ્યા છે. આ સંગઠનોનું માનવું છે કે, આ પ્રકારના તહેવારોમાં પ્રવેશ કરીને કેટલાક elements ‘લવ-જેહાદ’ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.











