ચિરાયતા (કરિયાતું) એ એવી જ એક ઔષધી છે – જેનું નામ ભલે ઓછું જાણીતું હોય, પરંતુ શક્તિમાં તે કારેલાને પણ પાછળ છોડે છે : ચિરાયતામાં રહેલા હાઇપોગ્લાઈસેમિક ગુણધર્મો તેને એન્ટી-ડાયાબિટીક પ્લાન્ટ બનાવે છે

અમદાવાદ, બુધવાર : ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારી સામે લડવા માટે હવે માત્ર દવાઓ નહીં, પરંતુ કુદરતી જડીબુટ્ટી પણ અસરકારક સાબિત થઇ રહી છે. ચિરાયતા (કરિયાતું) એ એવી જ એક ઔષધી છે. જેનું નામ ભલે ઓછું જાણીતું હોય, પરંતુ શક્તિમાં તે કારેલાને પણ પાછળ છોડે છે. વૈજ્ઞાનિક સંશોધન અને આયુર્વેદીક ટેક્સ્ટ મુજબ, કરિયાતાના પાન, જડ અને શરિરમાંથી બ્લડ શુગર ઘટાડવાની શક્તિ ધરાવે છે. ચિરાયતામાં રહેલા હાઇપોગ્લાઈસેમિક ગુણધર્મો તેને એન્ટી-ડાયાબિટીક પ્લાન્ટ બનાવે છે. તેનું પાણી ખાલી પેટ પીવાથી શુગર લેવલને અસરકારક રીતે કાબૂમાં રાખી શકાય છે. ઉપરાંત, તે લિવર ડિટોક્સ કરે છે, તાવમાં રાહત આપે છે, અને શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે.જો તમે બ્લડ શુગર માટે દવાઓ લઈ રહ્યા હોવ, તો આ જડીબુટ્ટી શરૂ કરતા પહેલાં ડોક્ટરનો સલાહ અવશ્ય લો — કારણ કે તેનું અસાધારણ પ્રમાણ શુગર લેવલ ખૂબ નીચે લાવી શકે છે.
ડાયાબિટીસથી ડરવાની જરૂર નથી, કારણ કે એક આયુર્વેદિક દવા તેને જડમૂળથી દૂર કરવાની તાકાત ધરાવે છે. કડવું કરિયાતું શુગરને ઝડપથી ઘટાડે છે, તેથી ડોક્ટરની સલાહ બાદ તેનું સેવન કરવું જોઇએ. લોહીમાં વધારે શુગર હોવી જોખમી છે, આ બીમારી આજીવન દર્દીઓને પરેશાન કરતી રહે છે. તેને જડમૂળથી દૂર કરવી શક્ય નથી પરંતુ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસ કિડની, આંખ અને હૃદય માટે જીવલેણ સાબિત થઇ શકે છે. પરંતુ એક જડીબુટ્ટી એવી પણ છે જે હાઇ બ્લડશુગરને સરળતાથી મેનેજ કરી શકે છે. આ જડીબુટ્ટીનું નામ છે કડવું કરિયાતું, જેને ચિરાયતાના નામે પણ ઓળખવામાં આવે છે. તેમાં કારેલાથી પણ વધુ કડવા ગુણો રહેલા છે. કરિયાતાનું પાણી શુગરની બીમારીમાં રામબાણ ઇલાજ ગણાય છે. આયુર્વેદનો આ ઉપાય લિવરની બીમારી, મલેરિયા, હાઇ બ્લડપ્રેશર અને અન્ય સમસ્યાઓમાં પણ કામ આવે છે. તેમ છતાં તેના યોગ્ય ઉપયોગ વિશે માહિતી હોવી જરૂરી છે, નહીં તો પરેશાની પણ થઇ શકે છે. અહીં જાણો, ડાયાબિટીસમાં ચિરાયતાનો ઉપયોગ કેવી રીતે કરશો. જો તમે શુગર ઘટાડવા માટે ગોળી અથવા ઇન્જેક્શન લઇ રહ્યા હોવ તો કરિયાતું લેતા અગાઉ ડોક્ટરની સાથે વાત કરી લો. કારણ કે, આ દવા એટલી શક્તિશાળી દવા છે કે, તેને અંગ્રેજી દવાની સાથે લેવાથી શુગર ઝડપથી ઘટી શકે છે. તેની સાથે લૉ બ્લડશુગરના દર્દી, હૃદયરોગના દર્દી, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ દૂર રહેવું જોઇએ. કરિયાતના પાનથી લઇ તેનું થડ અને મૂળ સુદ્ધાં શરીરને ફાયદો કરાવે છે. એનસીબીઆઇ પર મોજૂદ સંશોધન અનુસાર, તેના દરેક ભાગમાં હાઇપોગ્લાઇસેમિક અસર હોય છે. એટલે કે તે બ્લડશુગરને ઘટાડે છે. આ જ કારણોસર તેને એન્ટી ડાયાબિટીક પ્લાન્ટ કહેવામાં આવે છે.
• પહેલી રીત એ છે કે, તેના 2-3 પાન અથવા જડને 1 કપ પાણીમાં ઉકાળી લો. જ્યારે આ પાણી અડધું થઇ જાય, ત્યારે તેને ગાળી લો અને સવારે ખાલી પેટ પી લો.
• આ સિવાય તેના મૂળને આખી રાત 2-3 મૂળ એક કટોરી પાણીમાં પલાળીને રાખો. સવારે ખાલી પેટે આ પાણીને ગાળીને પી લો.
• જો કે, આ દવાની યોગ્ય માત્રા અને રીત જાણવા માટે આયુર્વેદિક ડોક્ટરની સલાહ લો. ચિરાયતાને તાવ માટે ઉત્તમ જડીબુટ્ટી ગણવામાં આવે છે. કારણ કે તેમાં એન્ટી માઇક્રોબિયલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો રહેલા છે. જેના કારણે તે સંક્રમણને દૂર કરી તાવમાં રાહત આપે છે. જો તમે એન્ટીબાયોટિક દવાઓ ખાઇ રહ્યા હોવ તો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઇએ. શ્વાસને લગતી બીમારી એટલે કે અસ્થમામાં શ્વાસની નળી અથવા ફેફસા યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે. આ ઔષધિ અસ્થમાની બીમારીમાં પણ કામ કરે છે. આ સિવાય જો તમે લિવરની બીમારીથી પરેશાન હોવ તો તેનો ઉપયોગ કરી શકો છો. કારણ કે કરિયાતું ટોક્સિન અને ફૅટ દૂર કરતી જડીબુટ્ટી ગણાય છે. તે લિવરનું ફંક્શન સુધારે છે અને હેલ્ધી બનાવે છે.











