ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાયા, ઇઝરાયેલના PM નેતન્યાહુએ આપ્યું સમર્થન

નેતન્યાહુએ નોબેલ પુરસ્કાર સમિતિને મોકલેલો પત્ર ટ્રમ્પને સુપરત કર્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે ટ્રમ્પને આ પુરસ્કાર મળવો જોઈએ.

અમેરિકા, મંગળવાર
ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે. વ્હાઇટ હાઉસમાં યોજાયેલી એક બેઠક દરમિયાન, નેતન્યાહુએ જણાવ્યું કે ટ્રમ્પ આ પ્રતિષ્ઠિત પુરસ્કારના “વેલ ડિઝર્વ્ડ” એટલે કે સંપૂર્ણ હકદાર છે. આ મુલાકાત 20 જાન્યુઆરીએ ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકેના શપથ ગ્રહણ કર્યા બાદ તેમની ત્રીજી વ્હાઇટ હાઉસ મુલાકાત હતી.

બેઠક દરમિયાન, નેતન્યાહુએ નોબેલ પુરસ્કાર સમિતિને મોકલેલો પત્ર ટ્રમ્પને સુપરત કર્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે ટ્રમ્પને આ પુરસ્કાર મળવો જોઈએ. બંને દેશોના નેતાઓ વચ્ચે બંધ રૂમમાં ગાઝામાં સીઝફાયર અને ઇરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને લઈને ગંભીર ચર્ચાઓ થઈ.

ગાઝા સીઝફાયર, શું છે નવી આશાઓ?
અમેરિકી રાષ્ટ્રપતિ અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી વચ્ચેની આ મુલાકાતમાં એવી અટકળો છે કે ટ્રમ્પ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે નેતન્યાહુને અપીલ કરી શકે છે. અગાઉ, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સીઝફાયર અંગે પરોક્ષ વાટાઘાટો કતારમાં થઈ હતી. આ ચર્ચાઓ રવિવારે, 6 જુલાઈના રોજ શરૂ થઈ અને સોમવાર સુધી ચાલુ રહી. ટ્રમ્પને આશા છે કે આ અઠવાડિયે ગાઝામાં યુદ્ધવિરામ અંગે કોઈ સમજૂતી થઈ શકે છે.

ઇરાન પર શું નિર્ણય થઈ શકે છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો ઇરાન તેના ન્યુક્લિયર પ્રોગ્રામને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરે છે, તો ટ્રમ્પ ઇઝરાયેલને ઇરાન પર નવા હુમલા કરવાની મંજૂરી આપી શકે છે. Axiosના બે સૂત્રોના દાવા મુજબ, ટ્રમ્પની મધ્યસ્થીથી 24 જૂને ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ થયો હતો. જોકે, જો ઇરાન ફરીથી પરમાણુ કાર્યક્રમને પાટા પર લાવવાનો પ્રયાસ કરે છે, તો ઇઝરાયેલ ફરીથી યુદ્ધની શક્યતાઓ માટે તૈયારી કરી રહ્યું છે. ઇઝરાયેલના PM નેતન્યાહુ ઇરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ પર અમેરિકાની ભાવિ રણનીતિ જાણવા ઉત્સુક છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!