ભારતીય રેલવે તેલંગાણા માટે વધુ બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવા જઈ રહ્યું છે.

દેશભરમાં વંદે ભારત ટ્રેનની વધતી જતી લોકપ્રિયતા અને ઉંચા ઓક્યુપન્સી રેટને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવે તેલંગાણા માટે વધુ બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવા જઈ રહ્યું છે. આ નિર્ણયથી મહારાષ્ટ્ર અને તેલંગાણા વચ્ચેની રેલ કનેક્ટિવિટીને જબરદસ્ત વેગ મળશે.
રેલવેના તાજેતરના પ્રસ્તાવો મુજબ, આ બે નવી વંદે ભારત ટ્રેન નીચેના બે મહત્ત્વના રૂટ :હૈદરાબાદ (Hyderabad) થી પુણે (Pune) સિકંદરાબાદ (Secunderabad) થી નાંદેડ (Nanded) પર દોડશે
આ નવી સેમી-હાઈ-સ્પીડ ટ્રેનો શરૂ થવાથી મુસાફરીના સમયમાં બે થી ત્રણ કલાકનો ઘટાડો થવાની અપેક્ષા છે. આ રૂટ શરૂ થવાથી, હૈદરાબાદથી મહારાષ્ટ્ર માટે આ ત્રીજી વંદે ભારત કનેક્ટિવિટી બનશે, જે અગાઉથી ચાલતી હૈદરાબાદ-નાગપુર સર્વિસની સફળતા બાદ લેવાયો છે.
લેટેસ્ટ અપડેટ મુજબ, રેલવે સિકંદરાબાદ-પુણે શતાબ્દી એક્સપ્રેસને પણ વંદે ભારત એક્સપ્રેસ સાથે બદલવા પર વિચાર કરી રહ્યું છે, જેથી મુસાફરોને વધુ સારી સુવિધાઓ અને ઝડપી મુસાફરી મળી શકે. આ બે ટ્રેનોના ઉમેરા સાથે, સાઉથ સેન્ટ્રલ રેલવે (SCR) હેઠળ કુલ સાત વંદે ભારત સેવાઓ કાર્યરત થશે, જે તેને આ સ્વદેશી ટ્રેનો ચલાવતા અગ્રણી ઝોનમાં સ્થાન આપશે.











