ગુજરાતમાં સીંગતેલના ભાવે રૂ. 3,000ની સપાટી વટાવી: તહેવારો પહેલાં મોટો ભાવવધારો

નવરાત્રિ અને દિવાળી પૂર્વે ગુજરાતમાં સીંગતેલના ૧૫ કિલો ડબ્બાના ભાવમાં ૪ દિવસમાં રૂ. ૮૫ નો વધારો થતાં ભાવ રૂ. ૩,૦૦૫ ને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં ૫૦ લાખ ટનથી વધુ મગફળીનું ઉત્પાદન હોવા છતાં તેલના ભાવ ૩ વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

નવરાત્રિ અને દિવાળી જેવા પવિત્ર તહેવારો નજીક આવતાં ગુજરાતમાં ખાદ્યતેલ બજારમાં અચાનક ભાવવધારો થયો છે. સીંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ. 3,000ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી ગયો છે. સતત ત્રીજા વર્ષે મગફળીનું મબલખ ઉત્પાદન નોંધાયું હોવા છતાં તેલના ભાવમાં થયેલા આ વધારાથી સામાન્ય પરિવારોનું માસિક બજેટ અસરગ્રસ્ત થયું છે.

માત્ર ચાર દિવસમાં રૂ. 85નો વધારો

તહેવારોની મોસમ નજીક આવતાં સટ્ટાખોરી અને વધતી માંગ વચ્ચે છેલ્લા માત્ર ચાર દિવસમાં સીંગતેલના ડબ્બામાં રૂ. 85નો વધારો નોંધાયો છે. નવા ભાવ મુજબ 15 કિલોના ટીનનો ભાવ રૂ. 2,955થી વધીને રૂ. 3,005ની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે.

તહેવારોના સમયે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ગ્રાહકોને વ્યાજબી ભાવે તેલ મળે તેવી અસરકારક વ્યવસ્થા અંગે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ ખાસ પગલાં લેવાયા ન હોવાની ચર્ચા છે.

મબલખ ઉત્પાદન છતાં ભાવ કેમ વધ્યા?

ચાલુ ખરીફ સીઝનમાં રાજ્યમાં અંદાજે 50.33 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે, જે પાછલા વર્ષો કરતાં લગભગ 5 લાખ ટન વધુ છે. ગત વર્ષે 62 લાખ ટન ઉત્પાદન હતું. પૂરતો પાક હોવા છતાં સીંગતેલનો ભાવ છેલ્લા ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે, જે સામાન્ય ગ્રાહકો માટે ચિંતાનો વિષય બન્યો છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!