ગુજરાતમાં મેઘરાજાની ઘમાકેદાર બેટિંગ: 240 તાલુકામાં વરસાદ, વલસાડના કપરાડામાં સૌથી વધુ ૪.૪૫ ઇંચ ખાબક્યો

ગુજરાતમાં ૨૪૦ તાલુકાઓમાં વ્યાપક વરસાદ વરસ્યો છે, જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ ૪.૪૫ ઇંચ (૧૧૩ મિ.મી.) વરસાદ નોંધાયો છે અને દક્ષિણ તેમજ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર વરસાદી આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક અને વ્યાપક મેઘમહેર જોવા મળી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિત રાજ્યના ૨૪૦ તાલુકાઓમાં વરસાદી હાજરી નોંધાઈ છે, જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ ૧૧૩ મિ.મી. (અંદાજે ૪.૪૫ ઇંચ) વરસાદ વરસ્યો છે.

વલસાડ અને ભરૂચ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા છે:

  • વલસાડ જિલ્લો: કપરાડામાં ૧૧૩ મિ.મી. (૪.૪૫ ઇંચ), નાનાપોંઢામાં ૯૦ મિ.મી. (૩.૫૪ ઇંચ), ધરમપુરમાં ૮૭ મિ.મી. (૩.૪૩ ઇંચ), વાપીમાં ૭૯ મિ.મી. (૩.૧૧ ઇંચ) અને ઉમરગામમાં ૬૯ મિ.મી. (૨.૬૪ ઇંચ) વરસાદ નોંધાયો છે.

  • ભરૂચ જિલ્લો: વાલિયા તાલુકામાં ૯૭ મિ.મી. (૩.૮૨ ઇંચ) અને ઝઘડિયામાં ૬૩ મિ.મી. (૨.૪૮ ઇંચ) વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ

  • બોટાદ અને મહેસાણા: બોટાદના બરવાળામાં ૮૬ મિ.મી. (૩.૩૯ ઇંચ), રાણપુરમાં ૬૭ મિ.મી. અને મહેસાણાના બેચરાજીમાં ૮૫ મિ.મી. (૩.૩૫ ઇંચ) વરસાદ વરસ્યો છે.

  • નવસારી અને સુરત: નવસારીના વાંસદામાં ૮૩ મિ.મી. (૩.૨૭ ઇંચ), નવસારી તાલુકામાં ૬૫ મિ.મી. અને સુરતના ઉમરપાડામાં ૭૭ મિ.મી. વરસાદ નોંધાયો છે.

  • અન્ય વિસ્તારો: સુરેન્દ્રનગરના ચૂડામાં ૭૨ મિ.મી., તેમજ નર્મદાના ગરૂડેશ્વરમાં ૭૦ મિ.મી. અને ડેડિયાપાડામાં ૬૧ મિ.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ખેડા, દાહોદ અને અમદાવાદ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!