બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચતી ‘હનુમાન અંશ’: 32મા દિવસે પણ રૂ. 7 કરોડથી વધુની કમાણી, કુલ કલેક્શન 130 કરોડ પાર

નીમ કરોલી બાબાના જીવન પર આધારિત લો બજેટ ફિલ્મ ‘હનુમાન અંશ’ ૩૨મા દિવસે પણ રૂ. ૭ કરોડ કમાઈને કુલ રૂ. ૧૩૦ કરોડથી વધુના કલેક્શન સાથે ઇતિહાસ રચી રહી છે.

સામાન્ય રીતે ફિલ્મો સિનેમાઘરોમાં એક મહિનો પૂરો થતાં જ થિયેટરોમાંથી ઉતરી જતી હોય છે, પરંતુ નીમ કરોલી બાબાના જીવન અને દર્શન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh) દરરોજ બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ સર્જી રહી છે. કોઈપણ મોટી સ્ટાર કાસ્ટ કે મસમોટા બજેટ વગર રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઐતિહાસિક અને અકલ્પનીય સફળતા મેળવી છે.

૩૨મા દિવસે પણ કમાણીમાં મોટો ઉછાળો

પાંચમા વીકેન્ડમાં ભવ્ય પ્રદર્શન કર્યા બાદ, આ ફિલ્મે ૩૨મા દિવસે એટલે કે પાંચમા સોમવારે (વર્કિંગ ડે હોવા છતાં) ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. ૭ કરોડથી વધુનો આંકડો સર કર્યો છે. રિલીઝના એક મહિના પછી પણ વીકડેઝમાં આટલી મોટી કમાણી થવી એ ટ્રેડ એનાલિસ્ટ્સ માટે પણ આશ્ચર્યજનક બાબત છે.

અઠવાડિયાવાર બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા

ફિલ્મની શરૂઆતના બે અઠવાડિયા ખૂબ જ સામાન્ય રહ્યા હતા અને કમાણી લાખોમાં જ સીમિત હતી. પરંતુ દર્શકોના માઉથ-ટુ-માઉથ પબ્લિસિટીના કારણે ત્રીજા અઠવાડિયાથી ફિલ્મની કમાણીમાં અસાધારણ ઉછાળો જોવા મળ્યો હતો:

  • પ્રથમ અઠવાડિયું: ₹ ૧.૦૮ કરોડ

  • બીજું અઠવાડિયું: ₹ ૪૦ લાખ

  • ત્રીજું અઠવાડિયું: ₹ ૧૦.૪૦ કરોડ

  • ચોથું અઠવાડિયું: ₹ ૬૧ કરોડ

  • પાંચમું અઠવાડિયું (માત્ર ૪ દિવસ): ₹ ૫૭ કરોડ

આ સાથે જ ફિલ્મનું ભારતમાં કુલ નેટ કલેક્શન રૂ. ૧૩૦ કરોડને પાર પહોંચી ગયું છે, જ્યારે ભારતનું ગ્રોસ કલેક્શન રૂ. ૧૫૩ કરોડની નજીક પહોંચી ગયું છે.

સૌથી વધુ પ્રોફિટેબલ ફિલ્મ સાબિત થઈ

માત્ર ₹ ૨ કરોડના મામૂલી ખર્ચે બનેલી ‘હનુમાન અંશ’ ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી વધુ પ્રોફિટ આપનારી ફિલ્મોમાંથી એક બની ગઈ છે. વિશાલ ચતુર્વેદીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સોભિનવ સત્યાએ નીમ કરોલી બાબાનું પ્રભાવશાળી પાત્ર ભજવ્યું છે. ફિલ્મની સરળ વાર્તા, આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ અને દમદાર અભિનયને ક્રિટિક્સ અને પ્રેક્ષકો તરફથી ભારે સરાહના મળી રહી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!