ભારતે રોમાંચક મેચમાં શ્રીલંકાને સુપરઓવરમાં હરાવ્યું

એશિયા કપ 2025 ની 18મી મેચમાં શુક્રવારે, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે એક રોમાંચક ટક્કર થઈ હતી.

એશિયા કપ 2025 ની 18મી મેચમાં શુક્રવારે, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે એક રોમાંચક ટક્કર થઈ હતી, જેમાં ભારતે સુપર ઓવર માં જીત મેળવી હતી.ભારતીય ટીમે શ્રીલંકાને જીતવા માટે 203 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, શ્રીલંકાએ પણ શાનદાર લડત આપતા 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા, જેના કારણે મેચ ટાઈ થઈ અને પરિણામ માટે સુપર ઓવરનો સહારો લેવો પડ્યો.

સુપર ઓવર
સુપર ઓવરમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરી હતી. ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ની સચોટ બોલિંગ સામે શ્રીલંકા માત્ર 2 રન જ બનાવી શક્યું અને બે વિકેટ ગુમાવી. શ્રીલંકા તરફથી કુસલ પરેરા અને દાસુન શનાકા કેચ આઉટ થયા હતા.ભારતને જીતવા માટે માત્ર 3 રનનો લક્ષ્યાંક મળ્યો. ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે શ્રીલંકાના સ્પિનર ​​વાનિંદુ હસરંગાની પહેલી જ બોલ પર ત્રણ રન લઈને ભારતને વિજય અપાવ્યો.

આ જીત સાથે ભારતીય ટીમ પહેલાથી જ ફાઇનલમાં પહોંચી ચૂકી હતી, જ્યાં તેનો મુકાબલો 28 સપ્ટેમ્બર (રવિવાર) ના રોજ પાકિસ્તાન સામે થવાનો છે. બીજી તરફ, આ મેચમાં હાર સાથે શ્રીલંકાની ટીમનું ખિતાબ જીતવાનું સપનું તૂટી ગયું હતું.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!