ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: હવે લાગશે મહોર? ત્રણ દિવસની મહત્ત્વપૂર્ણ બેઠક માટે US ટીમ ભારત આવશે

ભારત અને અમેરિકા વચ્ચેની લાંબા સમયથી અટકેલી ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે US ટ્રેડ રિપ્રેઝન્ટેટિવની ટીમ 3 દિવસની મહત્ત્વપૂર્ણ બેઠક માટે ભારત આવી રહી છે. જાણો શું છે આ ડીલનું લક્ષ્ય અને કયા મુદ્દાઓ પર થશે ચર્ચા.

નવી દિલ્હી, સોમવાર
ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અટકેલી વેપાર સમજૂતી (Trade Deal) પર હવે જલ્દી મહોર લાગવાની આશા વધી છે. બંને દેશો તરફથી મળેલા સકારાત્મક સંકેતો વચ્ચે, એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે: અમેરિકન અધિકારીઓની એક ટીમ આગામી સપ્તાહે દ્વિપક્ષીય વેપાર સમજૂતીના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાના ઉદ્દેશ્યથી ભારતની મુલાકાત લેવાની છે.

આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના વેપાર કરારને લઈને બાકી રહેલા તમામ મુદ્દાઓ પર વાતચીત થવાની અને અંતિમ નિર્ણય લેવાઈ શકે તેવી પ્રબળ સંભાવના છે.

ત્રણ દિવસ સુધી ચાલશે મહત્ત્વપૂર્ણ બેઠક

રિપોર્ટ્સ મુજબ, ભારત-અમેરિકા ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે આવી રહેલી અમેરિકન ટીમનું નેતૃત્વ ડેપ્યુટી યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) રિક સ્વિટ્ઝર કરશે.

આ 3 દિવસીય બેઠક 10 ડિસેમ્બરના રોજ શરૂ થશે અને 12 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. આ બેઠકમાં ટ્રેડ ડીલને લગતા અટકેલા મુદ્દાઓ ઉપરાંત, ભારત પર લાગુ કરાયેલા અમેરિકન ટેરિફમાં સંભવિત ઘટાડા પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે.

ટેરિફ અને રશિયન ક્રૂડ ઓઇલનો મુદ્દોનોંધનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓગસ્ટ મહિનામાં રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીના મામલે ભારત પર લાગુ કરાયેલા 25\% રેસીપ્રોકલ ટેરિફને બમણો કરીને 50\% કરી દેવાયો હતો. ત્યારથી આ ટ્રેડ ડીલની વાતચીત અટકી પડી હતી.જોકે, સપ્ટેમ્બર મહિનામાં અમેરિકન અધિકારીઓએ ભારતની મુલાકાત લીધી હતી અને ત્યારથી વાત ફરી ટ્રેક પર આવી છે. 50\% ટેરિફ લાગુ થયા પછી અમેરિકન અધિકારીઓનો આ બીજો ભારત પ્રવાસ છે.

ડીલ અંગે અત્યાર સુધીના સકારાત્મક સંકેતો
ટ્રેડ ડીલને લઈને છેલ્લા કેટલાક મહિનામાં બંને દેશો તરફથી હકારાત્મક સંકેતો મળ્યા છે:

ડોનાલ્ડ ટ્રમ્પએ તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે, ‘જલ્દી જ અમે એક સારી ડીલ લોક કરી રહ્યા છીએ.’

સપ્ટેમ્બરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પણ ટ્રેડ ડીલ આગળ વધવાની વાત કરી હતી.

વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે પણ કહ્યું હતું કે, ‘ભારત આ વર્ષે અમેરિકા સાથે વેપાર સમજૂતી પર પહોંચવાની આશા રાખે છે, જેનાથી ભારતીય નિકાસકારોને લાભ થશે.’

ટેરિફમાં ઘટાડાનો અંદાજછેલ્લા 6 રાઉન્ડની વાતચીત પછી પણ અંતિમ નિર્ણય આવ્યો નથી. જોકે, બ્રોકરેજ ફર્મ નોમુરા (Nomura) પણ ભારતીય નિકાસો પર લાગુ 50\% ટેરિફમાં ઘટાડાનો અંદાજ લગાવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘આ ડીલ જલ્દી સાઈન કરવામાં આવશે અને ભારત પર ટેરિફ 20\% ની આસપાસ નક્કી કરવામાં આવશે. આ ડીલ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે.’

ટ્રેડ ડીલનું લક્ષ્ય શું છે?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારને વધારવાનો છે.હાલમાં દ્વિપક્ષીય વેપાર લગભગ 191 અબજ ડોલર છે.બંને દેશો 2030 સુધીમાં આ દ્વિપક્ષીય વેપારને વધારીને 500 અબજ ડોલર સુધી પહોંચાડવા માંગે છે.આ સમજૂતી ભારતીય નિકાસકારો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે 50% ટેરિફ લાગુ થયા પછી ઓક્ટોબરમાં સતત બીજા મહિને અમેરિકામાં ભારતની નિકાસમાં 8.58% નો ઘટાડો નોંધાયો છે, જેનાથી નિકાસકારોને નુકસાન થઈ રહ્યું છે. આ 3 દિવસની બેઠક ટ્રેડ ડીલને સફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!