ઇન્ડિગોની કોલકાતા-શ્રીનગર ફ્લાઇટ 6E-6961ને ફ્યુઅલ ટેન્કમાં લીક થવાના કારણે બુધવારે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી.

ઇન્ડિગોની કોલકાતા-શ્રીનગર ફ્લાઇટ 6E-6961ને ફ્યુઅલ ટેન્કમાં લીક થવાના કારણે બુધવારે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી.વારાણસી પોલીસે આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું કે, “વિમાનમાં સવાર તમામ ૧૬૬ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એરપોર્ટ અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. સ્થિતિ નિયંત્રણમાં છે અને એરપોર્ટ પર સામાન્ય કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે.”
વારાણસી પોલીસના એક નિવેદન અનુસાર, ૨૨ ઓક્ટોબરના રોજ સાંજે ૪:૧૦ વાગ્યે આ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું, જ્યારે તેમાં ફ્યુઅલ લીકેજની ફરિયાદ મળી. ફ્લાઇટના પાયલટે પરિસ્થિતિની જાણ થતાં જ વારાણસી એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક કર્યો અને તાત્કાલિક લેન્ડિંગની મંજૂરી માંગી હતી.
વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે એરાઇવલ એરિયામાં બેસાડવામાં આવ્યા હતા. હાલમાં, ટેકનિકલ ટીમ દ્વારા વિમાનની તપાસ અને રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. એરપોર્ટ અધિકારીઓએ ખાતરી આપી છે કે વિમાનનું સમારકામ પૂર્ણ થયા પછી તે તેના ગંતવ્ય માટે રવાના થશે.










