ભારતીય ક્રિકેટમાં એક મોટો બદલાવ આવવાના સંકેત મળી રહ્યા છે. તાજેતરમાં જ રોહિત શર્મા પાસેથી ODI ટીમના કપ્તાન તરીકેનો કાર્યભાર લઈને શુભમન ગિલને સોંપવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટમાં એક મોટો બદલાવ આવવાના સંકેત મળી રહ્યા છે. તાજેતરમાં જ રોહિત શર્મા પાસેથી ODI ટીમના કપ્તાન તરીકેનો કાર્યભાર લઈને શુભમન ગિલને સોંપવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ હવે રોહિત શર્મા અને વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય કરિયરને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે.
‘ધ ટેલિગ્રાફ’ના અહેવાલ મુજબ, BCCIના સૂત્રોનું કહેવું છે કે રોહિત (38) અને કોહલી (37) બંને હવે ‘પોતાના અંતિમ પડાવ પર’ છે. સૂત્રોના મતે, આ બંને દિગ્ગજ ખેલાડીઓ કાં તો આગામી મહિનાઓમાં નિવૃત્તિ જાહેર કરી શકે છે અથવા તેમને 2027ના ODI વર્લ્ડ કપની યોજનામાંથી બહાર કરી દેવામાં આવશે.
રોહિત અને કોહલી હવે 19 ઑક્ટોબરથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝમાં માત્ર બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે, જે માર્ચ 2025 પછી તેમની પહેલી મેચ હશે.
BCCI યુવા ખેલાડીઓ પર ફોકસ કરી રહી છે. પસંદગીકારો અભિષેક શર્મા, તિલક વર્મા અને યશસ્વી જયસ્વાલની પ્રગતિથી ખૂબ જ પ્રભાવિત છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 25 વર્ષીય અભિષેક શર્માને ODI ક્રિકેટમાં રોહિતના ઓપનિંગ બેટ્સમેન તરીકેના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે.











