ધનવાન ભારતીયો માટે વિદેશમાં સ્થાયી થવું બન્યું સરળ: ફ્રાન્સ, ઇટાલી સહિતના દેશોની વધતી માંગ

આ ઑફર્સ ફક્ત મોટા રોકાણકારો માટે જ નહીં, પરંતુ દર મહિને 5થી 10 લાખ કમાતા લોકો માટે પણ ઉપલબ્ધ છે. જો તમે દર મહિને આટલી રકમ કમાઓ છો, કોઈ સ્ટાર્ટઅપ અથવા હોટેલમાં અમુક હજાર ડોલરનું રોકાણ કરી શકો છો, અથવા ફક્ત એક એપાર્ટમેન્ટ ખરીદી શકો છો, તો ગ્લોબલ ઇમિગ્રેશન કંપનીઓ તમને અનેક દેશોમાં સ્થાયી થવામાં મદદ કરી શકે છે.

અમદાવાદ, રવિવાર
ભારતના ધનવાન લોકોમાં વિદેશમાં સ્થાયી થવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રીમંત ભારતીયો દુનિયાના અલગ-અલગ દેશોમાં જઈને વસી રહ્યા છે. આ વધતી જતી રુચિને ધ્યાનમાં રાખીને, ઇમિગ્રેશન કંપનીઓ ભારતીયો માટે નવા-નવા ઑફર્સ લાવી રહી છે. આ ઑફર્સ ફક્ત મોટા રોકાણકારો માટે જ નહીં, પરંતુ દર મહિને 5થી 10 લાખ કમાતા લોકો માટે પણ ઉપલબ્ધ છે. જો તમે દર મહિને આટલી રકમ કમાઓ છો, કોઈ સ્ટાર્ટઅપ અથવા હોટેલમાં અમુક હજાર ડોલરનું રોકાણ કરી શકો છો, અથવા ફક્ત એક એપાર્ટમેન્ટ ખરીદી શકો છો, તો ગ્લોબલ ઇમિગ્રેશન કંપનીઓ તમને અનેક દેશોમાં સ્થાયી થવામાં મદદ કરી શકે છે. વિદેશમાં ઉપલબ્ધ વિકલ્પોમાં ફ્રાન્સ અને ઇટાલીથી લઈને ઇજિપ્ત અને ગ્રેનેડા જેવા દેશોનો સમાવેશ થાય છે.

3 મહિનામાં 4000 થી વધુ અરજીઓ
વૈશ્વિક ઇમિગ્રેશન કંપની Gerant.inના સ્થાપક એન્ડ્રુ બોઇકો ના જણાવ્યા અનુસાર, વિકલ્પો સ્પષ્ટ છે. ઉદાહરણ તરીકે, તમે ગુરુગ્રામમાં એક એપાર્ટમેન્ટ ખરીદી શકો છો, પરંતુ તે તમને ઇટાલીમાં રહેવાની સુવિધા નહીં આપે. જોકે, જો તમે ઇટાલીમાં તેટલી જ કિંમતનું એપાર્ટમેન્ટ ખરીદો છો, તો તમે ત્યાં અથવા યુરોપમાં ક્યાંય પણ રહી શકો છો, અને અન્ય ઘણા દેશો સુધી સરળતાથી પહોંચ પણ મેળવી શકો છો. બોઇકોએ જણાવ્યું કે તેમની કંપનીને ભારતમાં થી માત્ર 3 મહિનામાં 4,000 થી વધુ ‘રિક્વેસ્ટ્સ’ મળી છે. ભારતીયો માટે સૌથી પસંદગીના દેશોમાં ફ્રાન્સ, ઇટાલી, ઇજિપ્ત અને ગ્રેનેડા શામેલ છે. બોઇકોએ એ પણ જણાવ્યું કે વિદેશ જવાની ઈચ્છા રાખતા ભારતીયોમાં તેમણે એક મહત્વની વાત નોંધી છે કે વિદેશ જવાના મામલે પણ ભારતીયો રોકાણકારની જેમ વિચારે છે.

ભારતીયોને રોકાણ પર વળતર પણ જોઈએ છે
બોઇકોએ સમજાવ્યું કે ભારતીયો ખૂબ જ વ્યવહારુ હોય છે. તેઓ કોઈપણ ફાયદા વિના ‘ચંદો’ આપવા માંગતા નથી (જે અમુક દેશો દ્વારા નાગરિકતા અથવા નિવાસ માટે માંગવામાં આવતો હોય છે), કારણ કે તેઓ તેમના પૈસા પાછા મેળવવા માંગે છે. તેઓ પોતાના રોકાણ પર રિટર્ન પણ ઈચ્છે છે. તેમણે વધુમાં કહ્યું કે આ જ કારણસર ફાઇનાન્સિયલ ફ્રીડમ અને ઇન્વેસ્ટમેન્ટ જેવા કાર્યક્રમો વિદેશમાં સ્થાયી થવા ઈચ્છુક ભારતીયોને પસંદ આવી રહ્યા છે. ફાઇનાન્સિયલ ફ્રીડમ કાર્યક્રમ હેઠળ, કોઈ વ્યક્તિને કોઈ દેશમાં નિવાસ પ્રાપ્ત કરવા માટે એક નિશ્ચિત મર્યાદાથી વધુ સ્થિર આવકનો પ્રવાહ દર્શાવવો પડે છે, અને અમુક વર્ષો પછી, પાત્ર નિયમો અને શરતોને આધીન, તે નાગરિકતામાં રૂપાંતરિત થઈ જાય છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!