અમદાવાદમાં પતંગોત્સવ 2026: PM મોદી અને જર્મન ચાન્સેલરે સાથે ઉડાવી પતંગ, આકાશમાં ભારત-જર્મનીની મિત્રતાનો રંગ છવાયો

અમદાવાદમાં યોજાયેલા International Kite Festival 2026માં PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે હાજરી આપી. 50 દેશોના પતંગબાજો અને હેરિટેજ થીમ સાથેનો આ ભવ્ય નજારો જાણો 

અમદાવાદ, સોમવાર
અમદાવાદ શહેર એટલે ઉત્સવપ્રેમી જનતાનું શહેર. અહીં જ્યારે ઉત્તરાયણની વાત આવે ત્યારે ઉત્સાહ બેવડાઈ જાય છે. વર્ષ 2026માં સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આ વખતે કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યો. આ મહોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે મળીને પતંગ ચગાવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

પીએમ મોદી અને જર્મન ચાન્સેલરનું ભવ્ય સ્વાગત
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ મહોત્સવના સ્થળે પહોંચ્યા, ત્યારે માહોલ જોવા જેવો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંને મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. લોકોએ હાથમાં તિરંગો લહેરાવીને પોતાના નેતાને આવકાર્યા હતા. આ પ્રસંગે બંને નેતાઓ ખુલ્લી જીપમાં સવાર થઈને પતંગ મહોત્સવ નિહાળવા નીકળ્યા હતા, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

હેરિટેજ પોળ અને પતંગનો ઈતિહાસ
આ વખતના મહોત્સવની સૌથી મોટી ખાસિયત તેની ‘હેરિટેજ થીમ’ હતી. કાર્યક્રમમાં અમદાવાદની જૂની અને જાણીતી પોળ સંસ્કૃતિને આબેહૂબ રજૂ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરને અમદાવાદની ઐતિહાસિક પોળની મુલાકાત કરાવી હતી.

મોદીજીએ ખુદ એક ગાઈડની ભૂમિકા ભજવીને ફ્રેડરિક મર્ઝને સમજાવ્યું કે ગુજરાતમાં પતંગ કેવી રીતે બને છે અને તેનો ઈતિહાસ શું છે. તેમણે પોળના જૂના મકાનો, ત્યાંના લોકોની રહેણીકરણી અને અમદાવાદ શા માટે ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ કહેવાય છે, તેની રસપ્રદ માહિતી આપી હતી. હેરિટેજ હવેલી, હસ્તકલા બજાર અને વોક-વેના નિદર્શન દ્વારા વિદેશી મહેમાને આપણી સંસ્કૃતિનો અનુભવ કર્યો હતો.

દેશ-વિદેશના પતંગબાજોનો જમાાવડો
આકાશમાં રંગબેરંગી પતંગોનો નજારો જોનારાઓ દંગ રહી ગયા હતા. આ ઈવેન્ટમાં દુનિયાભરમાંથી પતંગબાજો ઉમટી પડ્યા હતા. આંકડા પર નજર કરીએ તો:

લગભગ 50 દેશોમાંથી 135 વિદેશી પતંગબાજો.
ભારતના અલગ-અલગ 13 રાજ્યોમાંથી 65 પતંગબાજો.
ગુજરાતના 16 જિલ્લાઓમાંથી 871 પતંગબાજોએ ભાગ લીધો હતો.
આકાશમાં ભારત-જર્મનીની મિત્રતા અને અનોખા સ્લોગન્સ

પતંગ મહોત્સવ દરમિયાન આકાશમાં ઉડતા અવનવા પતંગોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ડ્રેગન આકારના વિશાળ પતંગોની સાથે સાથે “I LOVE INDIA”, “I LOVE MODI”, અને “હર હર મોદી, ઘર ઘર મોદી” લખેલા પતંગો આકાશમાં છવાયેલા હતા.

સૌથી ખાસ પળ એ હતી જ્યારે પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે ભારત અને જર્મનીની મિત્રતા દર્શાવતો એક ખાસ પતંગ આકાશમાં ઉડાવ્યો. આ દ્રશ્ય બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોની સાક્ષી પૂરતું હતું. આ ઉપરાંત, બંને મહાનુભાવોએ વિવિધ રાજ્યોની લોકસંસ્કૃતિ રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને નૃત્યો પણ નિહાળ્યા હતા. આમ, 2026નો પતંગોત્સવ માત્ર પતંગ ચગાવવા પૂરતો સીમિત ન રહેતા, આપણી સંસ્કૃતિ અને વૈશ્વિક મિત્રતાનું એક અનોખું પ્લેટફોર્મ બની રહ્યો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!