ખાલી પેટે લીંબુ પાણી: વજન ઘટાડવા અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ, પણ કોણે ટાળવું જોઈએ?

ભલે લીંબુ પાણી ખૂબ જ ફાયદાકારક હોય, પણ તે બધા માટે યોગ્ય નથી. ડોક્ટર્સ કહે છે કે જે લોકોને પહેલાથી એસિડિટી, પેટમાં અલ્સર કે ખાટા ફળોથી એલર્જી હોય, તેમને ખાલી પેટે લીંબુ પાણી પીવાથી બચવું જોઈએ.

અમદાવાદ, મંગળવાર
આજકાલ વજન ઘટાડવા માટે લીંબુ પાણી ખૂબ જ પોપ્યુલર બની ગયું છે. સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાના અનેક ફાયદા છે, પરંતુ અમુક કન્ડિશનમાં તે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. આયુર્વેદિક એક્સપર્ટ ડોક્ટર્સએ આ અંગે કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવી છે, જે જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે.

લીંબુ પાણી: પાચન તંત્ર માટે રામબાણ
ડોક્ટર્સના મતે, લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ પાચન ઉત્સેચકોને એક્ટિવ કરે છે. સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી ગેસ, અપચો, બ્લોટિંગ અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. ખાસ કરીને મોટી ઉંમરના લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમની પાચન ક્રિયા ધીમી પડી જાય છે. ગરમ લીંબુ પાણી શરીરના મેટાબોલિઝમને પણ એક્ટિવ કરે છે.

હાઇડ્રેશન અને એનર્જીનો ખજાનો
સવારે ઉઠ્યા પછી શરીર ડિહાઇડ્રેટેડ હોય છે. આવા સમયે ગરમ લીંબુ પાણી શરીરને ફક્ત હાઇડ્રેટ જ નથી કરતું, પણ દિવસની તાજગીભરી શરૂઆત પણ આપે છે. ઉનાળામાં તેનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે અને તે બોડીને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. લીંબુમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરમાં પાણીની કમીને બેલેન્સ કરવાનું કામ કરે છે.

સ્કિન અને ઇમ્યુનિટી બૂસ્ટર
લીંબુ વિટામિન સી નો ઉત્તમ સ્રોત છે, જે ફક્ત ઇમ્યુન સિસ્ટમને જ નહીં, પણ ત્વચા માટે પણ વરદાન સમાન છે. ડોક્ટર્સ અનુસાર, નિયમિત લીંબુ પાણી પીવાથી કોલેજન બનવાની પ્રક્રિયા તેજ થાય છે, જેનાથી સ્કિન ટાઇટ, ગ્લોઇંગ અને હેલ્ધી દેખાય છે. તે શરીરને ઇન્ફેક્શન અને બીમારીઓ સામે લડવામાં પણ મદદ કરે છે.

વજન ઘટાડવામાં સહાયક
ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી શરીરનો મેટાબોલિઝમ તેજ થાય છે અને શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. જો તમે ઇચ્છો તો તેમાં થોડું મધ કે આદુનો રસ ઉમેરીને સ્વાદ વધારી શકો છો, જેનાથી લીંબુ પાણીના ફાયદા વધુ વધી જશે.

કોણે લીંબુ પાણી ન પીવું જોઈએ?
ભલે લીંબુ પાણી ખૂબ જ ફાયદાકારક હોય, પણ તે બધા માટે યોગ્ય નથી. ડોક્ટર્સ કહે છે કે જે લોકોને પહેલાથી એસિડિટી, પેટમાં અલ્સર કે ખાટા ફળોથી એલર્જી હોય, તેમને ખાલી પેટે લીંબુ પાણી પીવાથી બચવું જોઈએ. આવા લોકો માટે સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું નુકસાનકારક થઈ શકે છે.

કેવી રીતે બનાવવું અને ક્યારે સેવન કરવું?
લીંબુ પાણીની અસર ત્યારે જ અસરકારક હોય છે જ્યારે તેને યોગ્ય રીતે અને યોગ્ય સમયે પીવામાં આવે. આ માટે સવારે ઉઠતા જ ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો. તેને નાસ્તાના લગભગ 15 થી 30 મિનિટ પહેલા પીવો. તેમાં બિલકુલ ખાંડ ન ઉમેરો. જો સ્વાદ માટે કંઈ ઉમેરવું હોય તો ઓછી માત્રામાં મધ કે આદુનો રસ ઉમેરી શકાય છે. દાંતની સુરક્ષા માટે સ્ટ્રો થી પીવો. આ ઉપરાંત, લીંબુ પાણી પીધા પછી પાણીથી ગાર્ગલ અવશ્ય કરો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!