મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય લઈને રાજ્યની તમામ દુકાનો અને વ્યાપારી સંસ્થાઓને સાત દિવસ અને ચોવીસ કલાક (24×7) ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે

મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય લઈને રાજ્યની તમામ દુકાનો અને વ્યાપારી સંસ્થાઓને સાત દિવસ અને ચોવીસ કલાક (24×7) ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી રાજ્યના વેપાર-ધંધાને નવી ગતિ મળવાની અને રોજગારીની તકો વધવાની આશા છે.
જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે દારૂનું વેચાણ અથવા પીરસતી દુકાનો – જેમાં પરમિટ રૂમ, બિયર બાર અને વાઇન શોપ્સનો સમાવેશ થાય છે – તેમને આ નવા નિયમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. દારૂ સંબંધિત સંસ્થાઓ પર હાલના નિયમો લાગુ રહેશે.
રાજ્યના ઉદ્યોગ, ઊર્જા, શ્રમ અને ખનન વિભાગે આ નિર્ણયના અસરકારક અમલ માટે પરિપત્ર (સર્ક્યુલર) પણ બહાર પાડ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે મોટાભાગના વ્યવસાયો હવે આખો દિવસ અને આખી રાત ખુલ્લા રહી શકશે. આ પગલું મુંબઈ જેવા મહાનગરોની નાઇટ લાઇફ (Night Life) અને અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે. આ નિર્ણયનો હેતુ લોકોને વધુ સુવિધા આપવાનો અને વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે










