ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર અમદાવાદના RTI એક્ટિવિસ્ટની હત્યા: 20 લાખની સોપારી આપનાર બિલ્ડર લોબીના 4 આરોપી પકડાયા

અમદાવાદના RTI એક્ટિવિસ્ટ રસિક પરમારની હત્યાના કેસમાં મોટો ખુલાસો. ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા બદલ બિલ્ડર લોબીએ 20 લાખની સોપારી આપી હત્યા કરાવી હતી. થરાદ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. વાંચો સંપૂર્ણ વિગત.

અમદાવાદ, સોમવાર
અમદાવાદના જાણીતા RTI એક્ટિવિસ્ટ રસિક પરમારનો મૃતદેહ ગત ઑક્ટોબર $13$ ના રોજ થરાદમાં આવેલી નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. શરૂઆતમાં આ કેસ આત્મહત્યાનો લાગતો હતો, પણ મૃતકના ગળા પર કાપાના નિશાન જોઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ તપાસમાં સામે આવ્યું કે આ આત્મહત્યા નહીં પણ સુનિયોજિત હત્યા હતી.

20 લાખની સોપારી અને બિલ્ડર લોબીનું કનેક્શન
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃતક રસિક પરમાર સતત ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કામ કરતા હતા. આ કારણે જ તેમને મોતને ઘાટ ઉતારવા માટે એક મોટું ષડયંત્ર રચાયું હતું. મળેલી માહિતી મુજબ, બિલ્ડર લોબીએ આ RTI એક્ટિવિસ્ટની હત્યા કરાવવા માટે રૂ. 20 લાખની મોટી સોપારી આપી હતી.

બોગસ ગ્રાહકોનું ષડયંત્ર થયું હતું ઉજાગર
DySP દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસની 8 ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓનું લોકેશન ટ્રેસ કરીને તેમને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓની પૂછપરછમાં હત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું. આરોપીઓ ઝુંપડપટ્ટી કે વસાહતોના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં બોગસ ગ્રાહકો ઊભા કરીને મોટું કૌભાંડ આચરી રહ્યા હતા. RTI એક્ટિવિસ્ટ રસિક પરમાર આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવાના હતા. આરોપીઓને ડર હતો કે જો આ કૌભાંડનો ભાંડો ફૂટશે, તો તેમના હિતોને મોટું નુકસાન થશે. બસ, આ જ કારણોસર તેમણે રસિક પરમારની હત્યા કરાવી દીધી.

થરાદ પોલીસે હત્યાના આ સમગ્ર મામલે 4 આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભ્રષ્ટાચાર સામે લડત આપનારા એક એક્ટિવિસ્ટની આ રીતે કરાયેલી હત્યાથી લોકોમાં ફફડાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!