અમેરિકા અને ચીન વચ્ચે રેયર અર્થ મેટલ્સ (Rare Earth Metals) ના નિયંત્રણોને લઈને તણાવ વધી રહ્યો છે, ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક ચીન પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે.

અમેરિકા અને ચીન વચ્ચે રેયર અર્થ મેટલ્સ (Rare Earth Metals) ના નિયંત્રણોને લઈને તણાવ વધી રહ્યો છે, ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક ચીન પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે.
રવિવારે, ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ સોશિયલ’ પર લખ્યું હતું કે અમેરિકા ચીનનું નુકસાન કરવાને બદલે મદદ કરવા માગે છે. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને “બેહદ સન્માનિત રાષ્ટ્રપતિ” ગણાવ્યા અને કહ્યું કે તેઓ “બસ એક ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યા છે.” ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જેમ જિનપિંગ પોતાના દેશમાં મંદી (Recession) નથી ઈચ્છતા, તેમ તેઓ પણ નથી ઈચ્છતા.
આ નરમ નિવેદન થોડા જ દિવસો પહેલા આપવામાં આવેલી આક્રમક ચેતવણીઓથી વિપરીત છે. અગાઉ, ચીને રેયર અર્થ મેટલ્સ અને સંબંધિત તકનીકોની નિકાસ પર કડક નિયંત્રણો (Export Controls) લાગુ કર્યા હતા. તેના જવાબમાં, ટ્રમ્પે ચીનથી આવતા માલ પર 100% સુધીનો વધારાનો ટેરિફ (Additional Tariff) લગાવવાની ચેતવણી આપી હતી અને ચીન પર “દુનિયાને બંધક બનાવવાનો” આરોપ મૂક્યો હતો. જોકે, નવા નિવેદનથી સંકેત મળે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર હવે તણાવ ઓછો કરવા માગે છે.











