પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં મેડિકલ વિદ્યાર્થીની સાથે થયેલા ગેંગરેપ (Gangrape) ની ઘટનાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને તેમને કસ્ટડીમાં મોકલી દીધા છે.

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં મેડિકલ વિદ્યાર્થીની સાથે થયેલા ગેંગરેપ (Gangrape) ની ઘટનાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને તેમને કસ્ટડીમાં મોકલી દીધા છે.આ ગંભીર ઘટના બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચિંતા વ્યક્ત કરી, પરંતુ સાથે જ યુવતીઓને રાત્રે બહાર ન નીકળવાની સલાહ આપી હતી. મુખ્યમંત્રીના આ નિવેદન પર પીડિતાના પિતાએ આક્રોશ વ્યક્ત કર્યો છે.
પીડિતાના પિતાએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે મુખ્યમંત્રીએ ખૂબ જ સારી વાત કહી છે, તેઓ આજે રાત્રે જ ‘ફતવો’ બહાર પાડે કે કાલ સવારથી કોઈ છોકરી બહાર ન નીકળી શકે. તેમણે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જી રાજ્યની કાયદો-વ્યવસ્થા (Law and Order) વ્યવસ્થિત કરી શકતા નથી, તેથી જ પીડિતા પર જ દોષ ઢોળી રહ્યા છે.
પિતાએ વધુમાં જણાવ્યું કે તેમની પુત્રી અત્યંત પીડામાં છે, તે બરાબર ચાલી શકતી નથી અને પથારીમાંથી ઊભી થઈ શકતી નથી. સુરક્ષાની ચિંતાને કારણે તેમનો બંગાળમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. તેઓ દીકરીને ઓડિશા લઈ જવા માગે છે, જ્યાં તે પોતાનું શિક્ષણ પૂર્ણ કરશે.











