ઓસ્ટ્રેલિયાએ ભારતને 3 વિકેટથી હરાવ્યું, હીલીની શાનદાર કેપ્ટન ઇનિંગ્સ

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની મેચ નંબર-13માં ભારતને વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે 3 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો

 

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની મેચ નંબર-13માં ભારતને વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે 3 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો. આ રોમાંચક મુકાબલો વિશાખપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયો હતો.

ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા સ્મૃતિ મંધાના અને પ્રતિકાની શાનદાર અર્ધસદીની મદદથી ઓસ્ટ્રેલિયાને 331 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. જોકે, ઓસ્ટ્રેલિયાની ટીમે એક ઓવર બાકી રહેતા, માત્ર 49 ઓવરમાં જ આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો. વન-ડે ઇતિહાસમાં આ સૌથી મોટો સફળ રન ચેઝ (Highest Successful Run Chase) છે.

આ હાર સાથે ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી છે. ભારતે અગાઉ શ્રીલંકા અને પાકિસ્તાન સામે જીત મેળવી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકા અને હવે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ભારતીય ટીમ માટે આ હાર મોટો ઝટકો (Setback) છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!