જો કોઇ ગંભીર તબિયત બગાડે, તો પૃથ્વી પર પરત લાવવાનો સંપૂર્ણ પ્લાન તૈયાર
દિલ્હી, સોમવાર : અંતરિક્ષ પ્રવાસ દરમિયાન અવકાશ યાત્રીઓના શરીર પર ઘણાં પ્રકારના ફેરફારો થાય છે, જેમ કે હાડકાંની ઘટાડો, પેશીઓની તાકાતમાં ઘટાડો, તેમજ રોગપ્રતિકારક શક્તિમાં ફેરફાર. આમ તો સ્પેસ ટ્રાવેલ દરમિયાન સામાન્ય તકલીફો માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર મેડિકલ કિટ્સ અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે, જેમાં તાવ, દુઃખાવો, ઉલ્ટી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ માટેની દવાઓ અને ઈજાઓ માટે બેસિક સાધનો હોય છે. પરંતુ જો કોઈ અવકાશ યાત્રી ગંભીર રીતે બીમાર પડી જાય તો તેની સારવાર માટે “ઇમરજન્સી રિટર્ન પ્લાન” અમલમાં મૂકવામાં આવે છે. ISS પરથી પૃથ્વી પર વાપસી માટે “Soyuz” કે “Crew Dragon” જેવી કેટલાય રિટર્ન મૉડ્યુલ્સ હંમેશા સ્ટેન્ડબાય રાખવામાં આવે છે, જેથી જરૂર પડ્યે કોઈ યાત્રીને તાત્કાલિક પૃથ્વી પર પરત લાવવામાં આવી શકે. આ પ્રકારની ઈમરજન્સી રિટર્ન પ્રક્રિયા માત્ર તબીબી પરિસ્થિતિઓ નહીં પણ અન્ય દુર્ઘટનાઓ માટે પણ તૈયાર રહે છે.ધરતી પર પાછા આવ્યા બાદ એસ્ટ્રોનોટ્સને તરત જ સ્પેશિયલ મેડિકલ કાળજી હેઠળ રાખવામાં આવે છે, કારણ કે અંતરિક્ષ પછીની સ્થિતિમાં શરીરને ફરી સામાન્ય સ્થિતિમાં લાવવો જરૂરી હોય છે. આ રીતે, અવકાશમાં યાત્રા ભલે જોખમી હોય, પણ તબીબી સુરક્ષાનું સંપૂર્ણ આયોજન હોય છે – જો કોઇ ગંભીર તબિયત બગાડે, તો પૃથ્વી પર પરત લાવવાનો સંપૂર્ણ પ્લાન તૈયાર છે.
અંતરિક્ષને છેલ્લા કેટલાય દાયકાઓથી એક્સપ્લોર કરવામાં આવી રહ્યુ છે. જો કે હજુ તે આપણા માટે એક રહસ્ય જ છે. ક્યાં જીવન છે, કેવી રીતે જીવન શક્ય બની શકે, તેની ખોજ માટે એસ્ટ્રોનોટ્સ સતત સ્પેસમાં જઈ રહ્યા છે. આમ તો સંપૂર્ણ સુરક્ષા અને તકેદારી રાખવામાં આવે છે છતા જો કોઈ અવકાશ યાત્રીની તબિયત કંઈક વધારે જ બગડે તો શું કરવામાં આવે છે. શું ત્યાં એડવાન્સ મેડિકલ સુવિધાઓ પણ મળી રહે છે? કે પૃથ્વી પર પરત આવવાનો એકમાત્ર માર્ગ બચે છે? અવકાશમાં સારવારનો બંદોબસ્ત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માં મેડિકલ કિટ હોય છે. જેમા પ્રાથમિક સારવાર માટેની તમામ વસ્તુઓ હોય છે. જેમ કે દુ:ખાવા, તાવ, ઉલ્ટીની દવાઓ, બીપી, સુગર ચેક કરવાના મશીન અને અન્ય વૈકલ્પિક દવાઓ. નાની-મોટી ઈજા થાય તો તેને સાફ કરવાાની વ્યવસ્થા અને કેટલીક એન્ટીબાયોટિક્સ ઉપલબ્ધ હોય










