ન્યૂયોર્કમાં ગોઝારી દુર્ઘટના: સબવે ટ્રેક પર બેઠેલા ભારતીય મૂળના બે  યુવક-યુવતીનાં ટ્રેનની અડફેટે મોત

ન્યૂયોર્ક શહેરના સબવે સ્ટેશન પર ટ્રેક પર બેઠેલા ભારતીય મૂળના  યુવક-યુવતી મલ્લિકા ચિત્રે અને નવમ કૌલનું ટ્રેનની અડફેટે આવવાથી કરૂણ મોત થયું છે.

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રવિવારે વહેલી સવારે ન્યૂયોર્ક શહેરના એક સબવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવી જતાં ભારતીય મૂળના યુવક-યુવતીનાં કરૂણ મોત નીપજ્યાં છે. આ ઘટના અંગે સ્થાનિક પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘટનાની વિગતો અને પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન

  • સમય અને સ્થળ: ન્યૂયોર્ક ડેઇલી ન્યૂઝના અહેવાલ મુજબ, ૨૪ વર્ષીય મલ્લિકા ચિત્રે અને નવમ કૌલ ડાઉનટાઉન મેનહટ્ટનના સ્પ્રિંગ સ્ટ્રીટ સ્ટેશનના રેલવે ટ્રેક પર હતા, ત્યારે વહેલી સવારે આશરે ૩:૧૫ વાગ્યે નંબર ૪ ટ્રેન તેમની તરફ આવી રહી હતી.

  • ટ્રેન ઓપરેટરનું નિવેદન: ટ્રેન ઓપરેટરે અધિકારીઓને જણાવ્યું હતું કે તેણે બંનેને ટ્રેક પર બેઠેલા જોયા હતા. રિપોર્ટ અનુસાર, ટ્રેનની ટક્કર પહેલાં યુવતી હસી રહી હતી અને યુવકને પોતાની તરફ ખેંચતી જોવા મળી રહી હતી. ઓપરેટરે સમયસર ઇમરજન્સી બ્રેક લગાવી હતી, પરંતુ ટ્રેન રોકાઈ શકી ન હતી અને બંને ટ્રેન નીચે ફસાયા હતા, જ્યાં ઇમરજન્સી ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા.

  • નશાની આશંકા: ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, તપાસકર્તાઓ એ દીશામાં પણ તપાસ કરી રહ્યા છે કે શું બંને યુવાનો અતિશય નશાની હાલતમાં હતા, જેના કારણે તેમને સામેથી આવતી ટ્રેનના ભયાનક જોખમનો અંદાજ ન આવ્યો.

રટગર્સ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ્સ

મૃત્યુ પામનાર બંને યુવાનો મલ્લિકા ચિત્રે અને નવમ કૌલ લાંબા સમયથી સારા મિત્રો હતા. બંનેએ ન્યૂ જર્સીની પ્રખ્યાત રટગર્સ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. આ અચાનક બનેલી દુર્ઘટનાથી બંનેના પરિવારજનો અને મિત્રવર્તુળમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!