વાઘ બકરી ગ્રુપના ચેરમેન પિયૂષ દેસાઈનું નિધન: ઉદ્યોગ જગતમાં શોક

વાઘ બકરી ગ્રુપના ચેરમેન પિયૂષ દેસાઈનું અવસાન થયું છે, અને આજે સાંજે મીઠાખળી સ્થિત નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી

ગુજરાતના જાણીતા ઉદ્યોગ જગતમાંથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દેશના દિગ્ગજ ટી-બ્રાન્ડ ‘વાઘ બકરી ગ્રુપ’ (Wagh Bakri Group) ના ચેરમેન પિયૂષ દેસાઈનું અવસાન થયું છે. તેમના નિધનને પગલે ગુજરાત જ નહીં પરંતુ દેશભરના વેપાર અને ઉદ્યોગ જગતમાં શોકની ઘેરી લાગણી પ્રસરી ગઈ છે.

અંતિમ દર્શન અને અંતિમ સંસ્કાર

  • અંતિમયાત્રા: આજે ૧૬ સપ્ટેમ્બરના રોજ સાંજે ૪ વાગ્યે અમદાવાદના મીઠાખળી ખાતે આવેલા તેમના નિવાસસ્થાન ‘પુનીત’ બંગલોથી તેમની અંતિમયાત્રા પ્રસ્થાન થઈ હતી.

  • અંતિમ સંસ્કાર: પરિવારજનો, ઉદ્યોગકારો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં વી.એસ. હોસ્પિટલ સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર સંપન્ન થયા હતા. પિયૂષ દેસાઈના જવાથી ઉદ્યોગ જગતે એક દુરદર્શી અને લોકપ્રિય નેતા ગુમાવ્યા છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!