ઓમર અબ્દુલ્લા અને પત્રકાર નિધિ રાજદાનનાં લગ્નની તસવીરો વાયરલ, નવી સફરની કરી શરૂઆત

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને જાણીતા પત્રકાર નિધિ રાજદાનનાં લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને જાણીતા પત્રકાર નિધિ રાજદાનનાં લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. બંનેએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને પોતાના સંબંધ અંગે જાણકારી આપી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

56 વર્ષીય ઓમર અબ્દુલ્લાએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિધિ રાજદાન સાથેની ચાર તસવીરો શેર કરી હતી. આ તસવીરો સાથે તેમણે લખ્યું હતું, “A new journey began yesterday” એટલે કે, “ગઈકાલે એક નવી સફરની શરૂઆત થઈ.” આ પોસ્ટમાં તેમણે નિધિ રાજદાનને પણ ટેગ કર્યાં હતાં.

બીજી તરફ, પત્રકાર નિધિ રાજદાને પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્ન સમારોહની તસવીરો શેર કરી હતી. આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર બંનેને શુભેચ્છાઓ અને પ્રતિક્રિયાઓ મળવા લાગી હતી.

Special Marriage Act હેઠળ લગ્ન થયાનો દાવો

આપેલી માહિતી અનુસાર, બંનેએ શુક્રવારે Special Marriage Act હેઠળ લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહમાં બંને પરિવારના નજીકના સભ્યો હાજર રહ્યા હોવાનું જણાવાયું છે.

લગ્ન સંબંધિત કાર્યક્રમો શ્રીનગર અને નવી દિલ્હી ખાતે યોજાયા હોવાનો પણ અહેવાલ છે. ઓમર અબ્દુલ્લાના માતા-પિતા, ત્રણ બહેનો અને નજીકના સંબંધીઓ ઉપરાંત નિધિ રાજદાનના પરિવારજનો પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હોવાનું કહેવાય છે.

ઓમર અબ્દુલ્લાના અગાઉના લગ્નજીવનનો અંત

ઓમર અબ્દુલ્લાના અગાઉના લગ્ન પાયલ અબ્દુલ્લા સાથે થયા હતા. બંને વચ્ચે લાંબા સમયથી અલગ રહેવાની સ્થિતિ હતી. આપેલી માહિતી પ્રમાણે, આ વર્ષે જુલાઈમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમના લગ્નજીવનનો કાયદેસર અંત આવ્યો હતો.ત્યારબાદ ઓમર અબ્દુલ્લા અને નિધિ રાજદાનની નિકટતા અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. બંને અગાઉ વિવિધ કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.નિધિ રાજદાન જાણીતા પત્રકાર છે અને લાંબા સમયથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છે. હવે બંનેના લગ્નના અહેવાલો સામે આવતાં આ સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!