અમેરિકાના ફ્લોરિડામાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. 9 લોકોના મોત લઈ જતું એક બિઝનેસ જેટ વ્યસ્ત માર્ગ નજીક તૂટી પડ્યું હતું.

અમેરિકાના ફ્લોરિડામાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. 9 લોકોના મોત લઈ જતું એક બિઝનેસ જેટ વ્યસ્ત માર્ગ નજીક તૂટી પડ્યું હતું. ક્રેશ થયા બાદ વિમાન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. આ ઘટનાના દૃશ્યો ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.
ક્રેશ પહેલાં પાયલટે આપ્યો હતો ‘મેડે’ સંદેશ
અહેવાલ મુજબ, વિમાન તૂટી પડતાં પહેલાં પાયલટે એર ટ્રાફિક કન્ટ્રોલને ઇમરજન્સી સંદેશ આપ્યો હતો. પાયલટે ‘Mayday’ કહીને વિમાનની ગંભીર સ્થિતિ અંગે જાણ કરી હતી.
પાયલટે જણાવ્યું હતું કે વિમાન ઓવરસ્પીડની સ્થિતિમાં છે અને પ્રતિ મિનિટ 20 હજાર ફૂટની ઝડપે નીચે જઈ રહ્યું છે. તેણે જમીન સાથે ટકરાવાની આશંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમની પાસે હવે સમય નથી.
ખરાબ હવામાન અને વિમાન પર બરફ જમવાની સ્થિતિ
પ્રાથમિક અહેવાલો મુજબ, પાયલટે શરૂઆતમાં એર ટ્રાફિક કન્ટ્રોલને વિમાન પર સામાન્ય પ્રમાણમાં બરફ જામી રહ્યો હોવાની જાણ કરી હતી. તે સમયે વિમાન નિયંત્રણમાં હોવાનું પણ જણાવ્યું હતું. જોકે, હવામાન વધુ ખરાબ થતાં વિમાન પર બરફ જમવાની સ્થિતિ વધી હતી.
પાયલટે ટર્બ્યુલન્સની પણ જાણ કરી હતી. ત્યારબાદ તેણે ઊંચાઈમાં 2,000 ફૂટનો વધારો કરવાની મંજૂરી માગી હતી.
પામ બીચ કાઉન્ટી નજીક સર્જાઈ દુર્ઘટના
આ દુર્ઘટના ફ્લોરિડાના પામ બીચ કાઉન્ટીના વિસ્તારમાં ક્રેસ્ટહેવન નજીક સર્જાઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ સ્થળ ક્રેસ્ટહેવનથી આશરે 7 માઈલ એટલે કે 11 કિલોમીટર દૂર હોવાનું કહેવાય છે.
વિમાન માર્ગ નજીક તૂટી પડતાં આગ લાગી હતી. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. દુર્ઘટનાના કારણો અને જાનહાનિ અંગે સત્તાવાર તપાસની વિગતોની રાહ જોવાઈ રહી છે.










