અમદાવાદમાં રોગચાળાનો હાહાકાર: ચોમાસામાં ચેપી રોગોનો ફેલાવો, આ વિસ્તારો હાઈ એલર્ટ પર

રોગચાળાને રોકવા માટે AMC દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ, દવા છંટકાવ અને સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જોકે, આ માટે નાગરિકોનો સહકાર પણ એટલો જ જરૂરી છે.

અમદાવાદ, બુધવાર
ચોમાસાની શરૂઆત સાથે જ અમદાવાદમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને જોધપુર, સરખેજ, ગોતા, બહેરામપુરા અને સરસપુર જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ રોગચાળાને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ નાગરિકોને પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

રોગચાળાના આંકડાઓ ડરામણા
AMCના મેડિકલ હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર, શહેરમાં રોગચાળાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. આ આંકડાઓ પરથી પરિસ્થિતિની ગંભીરતા સ્પષ્ટ થાય છે.

મચ્છરજન્ય રોગોના કેસ
* સાદા મેલેરિયા: 135 કેસ
* ઝેરી મેલેરિયા: 23 કેસ
* ડેન્ગ્યુ: 144 કેસ
* ચિકનગુનિયા: 4 કેસ

પાણીજન્ય રોગોના કેસ
* ઝાડા-ઉલટી: 789 કેસ
* કમળો: 494 કેસ
* ટાઈફોઈડ: 615 કેસ
* કોલેરા: 27 કેસ

ખાસ કરીને કોલેરાના કેસો વટવા 4, મક્તમપુરા 3, રામોલ-હાથીજણ 3, અસારવા 2 અને ઈસનપુર 2થી વધુ વધુ નોંધાયા છે. આ આંકડાઓ દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.

AMCના પ્રયાસો અને નાગરિકો માટે સલાહ
રોગચાળાને રોકવા માટે AMC દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ, દવા છંટકાવ અને સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જોકે, આ માટે નાગરિકોનો સહકાર પણ એટલો જ જરૂરી છે.

* તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
* પાણીનો ભરાવો થવા ન દો: તમારા ઘરમાં કે આસપાસ ક્યાંય પણ પાણી ભરાયેલું ન રહે તેનું ધ્યાન રાખો. કૂંડા, ટાયર કે અન્ય જગ્યાએ પાણી એકઠું થવાથી મચ્છરોનો ઉપદ્રવ વધે છે.
* મચ્છરદાનીનો ઉપયોગ: રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો અથવા મચ્છર ભગાડવાની અન્ય પ્રોડક્ટ્સ વાપરો.
* સ્વચ્છતા જાળવો: ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવો. ગંદા પાણીથી દૂર રહો.
* લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો: જો તમને તાવ, ઝાડા-ઉલટી, માથાનો દુખાવો કે શરીરમાં દુખાવો જેવા કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો અને યોગ્ય ટ્રીટમેન્ટ લો. આમ અમદાવાદના નાગરિકોએ આ પરિસ્થિતિને ગંભીરતાથી લેવી જોઈએ અને રોગચાળાથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવી જોઈએ.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!