અમૂલ બાદ બરોડા ડેરીએ પણ વધાર્યા દૂધના ભાવ, ગોલ્ડ અને શક્તિના નવા દર જાણો

અમૂલ દ્વારા દૂધના ભાવ વધાર્યા બાદ હવે વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે બરોડા ડેરીએ પણ ગ્રાહકોને ઝટકો આપ્યો છે.

મોંઘવારી વચ્ચે દૂધના ભાવમાં વધુ એક વધારો થયો છે. અમૂલ દ્વારા દૂધના ભાવ વધાર્યા બાદ હવે વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે બરોડા ડેરીએ પણ ગ્રાહકોને ઝટકો આપ્યો છે. ડેરીએ દૂધના વિવિધ પ્રકારના વેચાણ ભાવમાં પ્રતિ લિટર રૂ. 4 સુધીનો વધારો કર્યો છે. નવા ભાવ 13 નવેમ્બર 2026થી અમલી બન્યા છે.

અમૂલ ગોલ્ડ અને શક્તિના ભાવમાં વધારો

બરોડા ડેરીના નવા દર મુજબ અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિના 500 મિલીના પાઉચ મોંઘા થયા છે.

દૂધનો પ્રકાર જૂનો ભાવ (500 મિલી) નવો ભાવ (500 મિલી)
અમૂલ ગોલ્ડ ₹35 ₹37
અમૂલ શક્તિ ₹32 ₹34

અમૂલ ગોલ્ડના 500 મિલીના પાઉચમાં રૂ. 2નો વધારો થયો છે. એટલે એક લિટરે રૂ. 4 વધુ ચૂકવવા પડશે. અમૂલ શક્તિના 500 મિલીના પાઉચમાં પણ રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે.

દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે રૂ. 30 વધુ મળશે

ગ્રાહકો માટે દૂધ મોંઘું થયું છે, ત્યારે પશુપાલકો માટે રાહતના સમાચાર છે. બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 30નો વધારો કર્યો છે.ડેરીના જણાવ્યા મુજબ, પશુઓના ઘાસચારા અને દાણના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખરીદીના ભાવમાં વધારો કરાયો છે.

સામાન્ય પરિવારોના બજેટ પર વધારાનો બોજ

દૂધ રોજિંદા જીવનની આવશ્યક ચીજ છે. બાળકો, વૃદ્ધો અને પરિવારના અન્ય સભ્યો માટે દરરોજ દૂધ ખરીદવું પડે છે. ભાવ વધારાથી મધ્યમ વર્ગના પરિવારોના માસિક બજેટ પર પણ અસર પડશે.અમૂલ બાદ બરોડા ડેરીએ પણ ભાવ વધારતાં વડોદરા અને આસપાસના વિસ્તારોના ગ્રાહકોને હવે દૂધ માટે વધુ ખર્ચ કરવો પડશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!