સુરત પોલીસની મોટી કામગીરી, 260થી વધુ ગુમ બાળકોને શોધી પરિવાર સાથે મિલાવ્યા

ગુમ થયેલા બાળકોને શોધીને તેમના પરિવાર સુધી પહોંચાડવા માટે સુરત પોલીસ દ્વારા ‘ઓપરેશન મુસ્કાન’ અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે.

ગુમ થયેલા બાળકોને શોધીને તેમના પરિવાર સુધી પહોંચાડવા માટે સુરત પોલીસ દ્વારા ‘ઓપરેશન મુસ્કાન’ અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં સચિન GIDC પોલીસ સહિતની ટીમોએ ગુમ થયેલા બાળકોને શોધવા માટે તપાસ હાથ ધરી છે.

ગુમ બાળકોની શોધખોળ માટે પોલીસની વિશેષ કામગીરી

ગુમ થયેલા બાળકોના કેસમાં પોલીસ દ્વારા જૂના રેકોર્ડની તપાસ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે. જરૂરિયાત મુજબ અન્ય જિલ્લાઓ અને રાજ્યોની પોલીસનો પણ સંપર્ક કરવામાં આવે છે.

સુરત પોલીસની અગાઉની કામગીરીમાં પણ નોંધપાત્ર સફળતા મળી છે. વર્ષ 2026ના જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન સુરત પોલીસે 257 બાળકો સહિત કુલ 696 ગુમ થયેલા લોકો અને વ્યક્તિઓને શોધી પરિવાર સાથે મિલાવ્યા હતા. આ કામગીરીમાં 114 છોકરાઓ અને 143 છોકરીઓનો સમાવેશ થયો હતો.

જૂના કેસોની પણ કરવામાં આવે છે તપાસ

પોલીસે ગુમ થયેલા લોકોના વર્ષો જૂના કેસોની ફાઇલો અને રજિસ્ટરો ફરી તપાસ્યા હતા. ટેકનિકલ માહિતી, સ્થાનિક સૂત્રો અને અન્ય રાજ્યોના પોલીસ તંત્રની મદદથી શોધખોળ કરવામાં આવી હતી.આ અભિયાનનો હેતુ ગુમ થયેલા બાળકોને સુરક્ષિત રીતે શોધી તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવાનો છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!