ગુજરાતના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 3% મોંઘવારી ભથ્થાનો વધારો, નવેમ્બરના પગારમાં 4 મહિનાનું એરિયર્સ મળશે

દિવાળી પહેલાં ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો.

દિવાળી પહેલાં ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે.

આ નિર્ણયથી રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને આર્થિક લાભ મળશે. વધારાનો અમલ 1 જુલાઈ, 2026થી કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું છે.

9.69 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ

સરકારના જણાવ્યા અનુસાર, છઠ્ઠા અને સાતમા પગાર પંચ હેઠળ પગાર અથવા પેન્શન મેળવતા કર્મચારીઓ અને પેન્શનરોને આ વધારાનો લાભ મળશે.

તેમાં રાજ્ય સેવા, પંચાયત સેવા અને અન્ય સંસ્થાઓના આશરે 4.62 લાખ કર્મચારીઓનો સમાવેશ થાય છે. જ્યારે અંદાજે 5.07 લાખ પેન્શનરોને પણ તેનો લાભ મળશે. આમ, કુલ 9.69 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને આ નિર્ણયથી ફાયદો થશે.

નવેમ્બરના પગાર સાથે 4 મહિનાનું એરિયર્સ મળશે

સરકારના નિર્ણય મુજબ, જુલાઈ 2026થી ઓક્ટોબર 2026 સુધીના ચાર મહિનાના એરિયર્સની રકમ એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે. આ રકમ નવેમ્બર 2026ના પગાર અને પેન્શન સાથે કર્મચારીઓ તથા પેન્શનરોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.આથી દિવાળી અને તહેવારોની સિઝનમાં કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓને વધારાની આર્થિક રાહત મળશે.

 

સરકાર પર વાર્ષિક ₹1,569 કરોડનું વધારાનું ભારણ

પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપેલી માહિતી પ્રમાણે, ચાર મહિનાના એરિયર્સની ચુકવણી માટે રાજ્ય સરકારને અંદાજે ₹523 કરોડનો ખર્ચ થશે. જ્યારે મોંઘવારી ભથ્થામાં વધારાના કારણે સરકાર પર વાર્ષિક ₹1,569 કરોડનું વધારાનું નાણાકીય ભારણ આવશે.

કેન્દ્ર સરકારના ધોરણે DAમાં વધારો

કેન્દ્ર સરકારે પણ 28 ઓક્ટોબર, 2026ના રોજ પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા તથા મોંઘવારી રાહતમાં 3 ટકાનો વધારો જાહેર કર્યો હતો. આ વધારો 1 જુલાઈ, 2026થી અમલી બનાવાયો છે. ગુજરાત સરકારે પણ કેન્દ્રના ધોરણે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ આપવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણયથી રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારો પહેલાં આર્થિક રાહત મળશે. હવે કર્મચારીઓ અને પેન્શનરોની નજર વધારાના ભથ્થા તથા એરિયર્સની ચુકવણીની પ્રક્રિયા પર રહેશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!