ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોરનું હાર્ટ એટેકથી નિધન, મેઘરજ સહિત અરવલ્લી પંથકમાં શોકની લાગણી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભાજપના વરિષ્ઠ આગેવાન અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી વાલાજી ડામોરનું નિધન થયું છે.

ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભાજપના વરિષ્ઠ આગેવાન અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી વાલાજી ડામોરનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ, હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી મેઘરજ સહિત સમગ્ર અરવલ્લી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કાલીયાકુવા ગામના વતની હતા હીરાજી ડામોર

હીરાજી વાલાજી ડામોર અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કાલીયાકુવા ગામના વતની હતા. તેઓ લાંબા સમયથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય હતા. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન તરીકે તેમણે મેઘરજ અને આસપાસના વિસ્તારોમાં પક્ષના સંગઠન માટે કામગીરી કરી હતી.

પૂર્વ શિક્ષણ મંત્રી તરીકે નિભાવી હતી જવાબદારી

હીરાજી ડામોરે ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી હતી. જાહેર જીવન દરમિયાન તેઓ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા હતા. તેમના નિધનથી ભાજપના કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ છે.

રાજકીય અને સામાજિક ક્ષેત્રે શોક

હીરાજી ડામોરના અચાનક અવસાનના સમાચાર મળતાં મેઘરજ તાલુકા સહિત અરવલ્લી જિલ્લામાં શોકનો માહોલ છવાયો છે. ભાજપના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.તેમના નિધનથી સ્થાનિક રાજકીય અને સામાજિક ક્ષેત્રે એક પીઢ આગેવાન ગુમાવ્યાની લાગણી વ્યક્ત થઈ રહી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!