ગાંધીનગર એલ.સી.બી.-1ની મોટી કાર્યવાહી: બે વર્ષથી નાસતો છેતરપીંડીનો આરોપી ઝડપાયો

ચિલોડા પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત કેસમાં ફરાર આરોપીની ધરપકડ
સબ ટાઇટલ 2: 90 કટ્ટા બિયારણના છેતરપીંડી કેસમાં અગાઉ બે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા હતા

ગાંધીનગર, બુધવાર : ગાંધીનગર એલ.સી.બી.-1ની ટીમે છેલ્લા બે વર્ષથી ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી.-1 દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

એલ.સી.બી.-1ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળાની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.કે. પાટડીયાની ટીમના એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ રાજુસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ રાજવિરસિંહ અત્તરસિંહને મળેલી સંયુક્ત બાતમીના આધારે આરોપી નિલેશ પ્રહલાદભાઇ પટેલ, ઉંમર 36 વર્ષ, રહે. પટેલપુરા, પીલવાઇ ગામ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આશરે બે વર્ષ અગાઉ નિલેશ પટેલે તેના સાથી આરોપીઓ ઇરફાનખાન કાદરભાઇ મેમણ, રહે. હિંમતનગર, નાસીરખાન અખતરખાન પઠાણ, રહે. મહેસાણા અને તાહીર ઇબ્રાહીમ મેમણ, રહે. હિંમતનગર સાથે મળી ગાંધીનગર જિલ્લાના મોટા ચિલોડા ખાતે આવેલી શિવમ એગ્રો સેન્ટર નામની દુકાનમાંથી મગફળીના બિયારણના 90 કટ્ટા મેળવ્યા હતા. આરોપીઓએ બિયારણના બિલના નાણાં નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાનો ગુનો ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.

આ ગુનામાં અગાઉ ઇરફાનખાન કાદરભાઇ મેમણ અને નાસીરખાન અખતરખાન પઠાણ ઝડપાઈ ચૂક્યા હતા, જ્યારે નિલેશ પટેલ પોલીસ પકડથી બચવા અલગ અલગ જગ્યાએ સંતાતો ફરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ચિલોડા પોલીસ સ્ટેશનમાં આ મામલે IPC કલમ 406, 420 અને 114 હેઠળ ગુનો નોંધાયેલો છે. પોલીસે નિલેશ પટેલને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MITUFAB SOLANKI
Author: MITUFAB SOLANKI

Leave a Comment

Read More

error: Content is protected !!