પશ્ચિમ રેલવે દ્વારા ‘રેલવન’ એપ પર શેરેબલ યુટીએસ સીઝન ટિકિટ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેનાથી ૧૮ વર્ષથી વધુ ઉંમરના યુઝર્સ પોતાના અને પરિવારના અન્ય સભ્યો માટે સીઝન ટિકિટ બુક કરી શકશે.

રેલવે મુસાફરોની મુસાફરીને વધુ સરળ, ઝડપી અને આધુનિક બનાવવા માટે ‘રેલવન’ (RailOne) એપ પર એક નવી અને ઉપયોગી ‘શેરેબલ યુટીએસ સીઝન ટિકિટ’ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવી સુવિધા હેઠળ હવે રજિસ્ટર્ડ યુઝર્સ પોતાના માટે જ નહીં, પરંતુ પરિવારના સભ્યો અથવા અન્ય વ્યક્તિઓ માટે પણ એકસાથે સીઝન ટિકિટો બુક કરી શકશે.
શેરેબલ યુટીએસ સીઝન ટિકિટ સુવિધાની મુખ્ય વિશેષતાઓ
-
એકસાથે બુકિંગની મર્યાદા: પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ, આ સુવિધા હેઠળ નોંધાયેલ વપરાશકર્તા પોતાના માટે ૧ સીઝન ટિકિટ અને પરિવારના સભ્યો અથવા અન્ય કોઈપણ વ્યક્તિ માટે વધુમાં વધુ ૫ વધારાની સીઝન ટિકિટ બુક કરાવી શકશે.
-
વય મર્યાદાના નિયમો:
-
આ સીઝન ટિકિટ બુક કરાવનાર મુખ્ય વપરાશકર્તાની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ હોવી અનિવાર્ય છે.
-
જ્યારે અન્ય કોઈ વપરાશકર્તા કે લાભાર્થી (મુસાફર) વતી ટિકિટ બુક કરવામાં આવે ત્યારે તે મુસાફરની ઉંમર ઓછામાં ઓછી ૫ વર્ષ હોવી જોઈએ.
-
-
વર્તમાન સેવાઓ યથાવત: મુંબઈ ઉપનગરીય ક્ષેત્રમાં બહુવિધ મુસાફરી ટિકિટ બુક કરવાની હાલની અન્ય સુવિધાઓ અને ‘રેલવન’ એપ પર ઉપલબ્ધ બાકીની સેવાઓ વર્તમાન નીતિ મુજબ જ અગાઉની જેમ જ ચાલુ રહેશે.











