નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ‘વન ટેગ’ ફ્રેમવર્ક લોન્ચ કર્યું છે, જેનાથી વાહનચાલકો નવું ટેગ ખરીદ્યા વગર જ પોતાના ફાસ્ટેગને એક બેંકમાંથી બીજી બેંકમાં મોબાઈલ નંબરની જેમ સરળતાથી પોર્ટ કરી શકશે.

દેશમાં નેશનલ હાઈવે (National Highways) પર મુસાફરી કરતા વાહનચાલકો માટે એક અત્યંત રાહતરૂપ અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે વાહન માલિકો તેમના ફાસ્ટેગ (FASTag) ને કોઈપણ પ્રકારની જટિલ પ્રક્રિયા વગર એક બેંકમાંથી બીજી બેંકમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકશે. આ નવી સુવિધા સામાન્ય મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) જેવી જ બિલકુલ સરળ રહેશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા આ સંદર્ભમાં સત્તાવાર રીતે ‘વન ટેગ’ (One Tag) ફ્રેમવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે.
નવું ટેગ ખરીદ્યા વગર બદલી શકાશે બેંક
-
સરળ પોર્ટેબિલિટી: આ નવા ‘વન ટેગ’ ફ્રેમવર્કની મદદથી વાહનચાલકોએ હવે જૂનું ફાસ્ટેગ બંધ કરીને નવું ટેગ ખરીદવાની કે વાહનના વિન્ડશિલ્ડ પરથી જૂનું ટેગ કાઢીને નવું લગાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
-
બેંક બદલવાની સુવિધા: યુઝર્સ હવે કોઈપણ મુશ્કેલી વગર પોતાના વર્તમાન ફાસ્ટેગને જ અન્ય બેંક સાથે લિંક અથવા ટ્રાન્સફર કરી શકશે, જેનાથી ટોલપ્લાઝા પર થતીા સમયનો બગાડ અટકશે અને ડિજિટલ લેણદેણ વધુ સરળ બનશે.











