ઉત્તરાખંડના રાજકારણમાં મોટો ધડાકો: પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, PA ના ઘરે EDના દરોડા બાદ લીધો નિર્ણય

પશ્ચિમ રેલવે દ્વારા ‘રેલવન’ એપ પર શેરેબલ યુટીએસ સીઝન ટિકિટ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેનાથી ૧૮ વર્ષથી વધુ ઉંમરના યુઝર્સ પોતાના અને પરિવારના અન્ય સભ્યો માટે સીઝન ટિકિટ બુક કરી શકશે.

ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે કોંગ્રેસ પાર્ટીમાંથી અચાનક રાજીનામું આપી દીધું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરીએ (ED) તેમના અંગત સહાયક (PA) ચંદન સિંહ જીનાના નિવાસસ્થાને દરોડા પાડ્યાના માત્ર એક જ દિવસ બાદ તેમણે આ મોટો રાજકીય નિર્ણય લીધો છે. હરીશ રાવતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ કરીને પોતાના રાજીનામાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓ નથી ઇચ્છતા કે તેમના પગલાંથી ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ પાર્ટીની ચાલી રહેલી લડાઈ પર કોઈ શંકા ઉપસ્થિત થાય.

 જપ્તીની મુખ્ય વિગતોમની લોન્ડરિંગ કેસ:

ED દ્વારા વર્ષ ૨૦૧૬ની ગ્રામ પંચાયત વિકાસ અધિકારી (GPDO) ની પરીક્ષામાં આચરવામાં આવેલી ગેરરીતિઓ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે દેહરાદૂનમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

  • ભારે રોકડ અને કિંમતી ચીજવસ્તુઓ જપ્ત: આ સર્ચ ઓપરેશન દરમિયાન હરીશ રાવતના PA ચંદન સિંહ જીનાના ઘરેથી રૂ. ૩૨ લાખની બિનહિસાબી રોકડ, આશરે ૨૦૦.૫ ગ્રામ સોનું અને ૧૨ લક્ઝરી ઘડિયાળો મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

  • બેંક ખાતા ફ્રીઝ: તપાસ એજન્સી દ્વારા જીના અને તેમના પરિવારના બેંક ખાતાઓમાં રહેલા રૂ. ૫૨.૧૬ લાખ પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.

  • PA ની ભૂમિકા: ચંદન સિંહ જીના અગાઉ હરીશ રાવતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન OSD તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલમાં તેમના અંગત સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

હરીશ રાવતની પ્રતિક્રિયા

આ સમગ્ર વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા હરીશ રાવતે જણાવ્યું હતું કે, તેમના સહયોગીના ઘરેથી રોકડ અને દાગીના મળી આવ્યા હોવાના જે દાવા ટેલિવિઝન પર બતાવવામાં આવી રહ્યા છે તેની સત્યતા તપાસ પૂરી થયા બાદ જ બહાર આવશે. ચંદન સિંહ જીનાને પોતાના લાંબા સમયથી સાથી ગણાવતા તેમણે કહ્યું કે જો ભરતી કૌભાંડ કે ગેરરીતિના આરોપો સાબિત થશે તો તે અત્યંત શરમજનક બાબત હશે, જોકે તેઓ હાલ આવા આરોપોમાં બિલકુલ માનતા નથી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!