છત્રાલ હાઈવે પર અજાણ્યા વાહનની બાઈકને ટક્કર, 35 વર્ષીય ઈમ્તિયાઝનું મોત; ચાર સંતાનોએ પિતા ગુમાવ્યા

છત્રાલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે પસાર થતા અજાણ્યા વાહનચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં 35 વર્ષીય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા ઓલા ગામની સીમમાં છત્રાલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે પસાર થતા અજાણ્યા વાહનચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં 35 વર્ષીય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાને કારણે યુવકનાં ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

છત્રાલ હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને મારી ટક્કર

મળતી વિગતો પ્રમાણે, રવિવારે મોડી સાંજે ઈમ્તિયાઝ નામનો યુવક બાઈક લઈને છત્રાલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ઓલા ગામની સીમમાં અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી બાઈકને ટક્કર મારી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે ઈમ્તિયાઝ રસ્તા પર પટકાયો હતો. તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિકો અને પરિવારજનો તેને તાત્કાલિક કલોલ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ચાર માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

મૃતક ઈમ્તિયાઝ કડી તાલુકાના દેલ્લા ગામમાં સાદરવાસ વિદ્યાલય સામે રહેતા હતા. તેઓ સોમાની કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ઈમ્તિયાઝના પ્રથમ લગ્ન આશીફા સાથે થયા હતા. આ લગ્નથી તેમને એક દીકરો છે. ત્યારબાદ તેમણે રૂકસાન સાથે બીજા લગ્ન કર્યા હતા, જેમાંથી ત્રણ સંતાન છે. આમ, તેમના અકાળે અવસાનથી ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

કલોલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

અકસ્મતની જાણ થતાં કલોલ તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત, અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!