: મેંદરડાના દાત્રાણામાં દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધું; બે રાહદારીઓ પણ ઘાયલ

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે દીપડાના હુમલાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના સાત વર્ષના બાળકને દીપડો ઉપાડી ગયો હતો.

 

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે દીપડાના હુમલાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના સાત વર્ષના બાળકને દીપડો ઉપાડી ગયો હતો. ગ્રામજનો દ્વારા શોધખોળ હાથ ધરાતાં બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. એટલું જ નહીં, બાળકની શોધખોળ દરમિયાન દીપડાએ બે રાહદારીઓ પર પણ હુમલો કરતાં તેઓ ઘાયલ થયા હતા.

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરાં ગોઠવી કાર્યવાહી શરૂ કરી છે.

વાડી વિસ્તારમાંથી સાત વર્ષના બાળકને દીપડો ઉપાડી ગયો

મળતી માહિતી મુજબ, મેંદરડા તાલુકાના દાત્રાણા ગામની સીમમાં વાડી વિસ્તારમાં મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર મજૂરી કામ કરી રહ્યો હતો. આ દરમિયાન સાત વર્ષનું બાળક દીપડાના હુમલાનો ભોગ બન્યું હતું.

દીપડો બાળકને ઉઠાવીને વાડી વિસ્તારમાં લઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને પરિવારજનોએ બાળકની શોધખોળ શરૂ કરી હતી. આશરે 15થી 30 મિનિટની શોધખોળ બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

શોધખોળ દરમિયાન બે રાહદારીઓ પર પણ હુમલો

બાળકના મૃતદેહની શોધખોળ ચાલી રહી હતી ત્યારે દીપડાએ બે રાહદારીઓ પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બંનેને ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ ગામના સરપંચ દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડાને પકડવા માટે કામગીરી શરૂ કરી હતી.

દીપડાને પકડવા વન વિભાગે ગોઠવ્યાં આઠ પાંજરાં

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, દાત્રાણા ગામના આસપાસના વિસ્તારમાં દીપડાનો ભય વધી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતીવાડી વિસ્તારમાં ખેડૂતો અને ખેતમજૂરોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.

વન વિભાગે દીપડાને પકડવા માટે આશરે આઠ પાંજરાં ગોઠવ્યાં છે. હવે દીપડાને વહેલી તકે પકડી લેવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!