ગુજરાતમાં મેઘમહેર: 259 તાલુકામાં વરસાદ, કચ્છના અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થતાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છના અંજારમાં સૌથી વધુ ૭.૨૪ ઇંચ વરસાદ ખાબક્યો છે.

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના કુલ ૨૫૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરવાની સાથે જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે.

ક્યા તાલુકામાં કેટલો વરસ્યો વરસાદ?

અંજાર તાલુકો મોખરે: કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં સૌથી વધુ ૭.૨૪ ઇંચ (૧૮૪ મિમી) ધોધમાર વરસાદ નોંધાયો છે.

અન્ય મુખ્ય આંકડા:

વલ્લભીપુર (ભાવનગર): ૬.૧૦ ઇંચ

જામનગર: ૫.૫૯ ઇંચ

બોરસદ (આણંદ): ૫.૫૧ ઇંચ

ઉના (ગીર સોમનાથ): ૫.૪૩ ઇંચ

કોટડા સાંગાણી (રાજકોટ): ૫.૨૦ ઇંચ

આ ઉપરાંત ગાંધીધામ, ભચાઉ, કડી, કરજણ સહિતના અનેક વિસ્તારોમાં ૪ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!