અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં પોલીસે ૮ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં સીસીટીવી ફૂટેજના મજબૂત પુરાવાઓ દ્વારા આરોપીઓ દ્વારા રકમ ચોરવાની પોલ ખુલી છે. 85 વાર નોટ ચોરતા CCTVમાં આરોપીઓ દેખાયા

રામ મંદિર દાન ચોરી મામલામાં અયોધ્યા પોલીસે શુક્રવારે મહત્વપૂર્ણ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મંદિરના દાનપાત્ર અને કેશ કાઉન્ટિંગ રૂમમાંથી ચઢાવાની રકમ ગાયબ કરનારા ૮ આરોપીઓ સામે ડિજિટલ, પરિસ્થિતિજન્ય અને ફોરેન્સિક પુરાવાઓના આધારે આ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. આ સાથે પોલીસે એ પણ જણાવ્યું છે કે આરોપીઓએ દાનની ચોરીના નાણાંથી પુષ્કળ સંપત્તિ બનાવી છે.
સીસીટીવી ફૂટેજમાં ખુલાસો અને આરોપીઓની કરતૂત
પોલીસના અહેવાલ અને કેશ કાઉન્ટિંગ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ વિશ્લેષણમાં આરોપીઓની ચોંકાવનારી કરતૂતો સામે આવી છે:
-
અવિનાશ શુક્લા: એકલા જ ૮૫ વખત ચઢાવાની રકમ પર હાથ સાફ કરતા કેમેરામાં ઝડપાયો છે.
-
કરુણેશ પાંડે: ૨ વખત ખુદ રકમ હટાવતો અને ૬૮ વખત અન્ય આરોપીઓની ચોરીમાં મદદ કરતો નજરે પડ્યો છે.
-
મનીષ યાદવ: ૧૬ વખત રકમ હટાવી અને ૧૯ વખત સાથીઓને સહયોગ કર્યો છે.
-
લવકુશ મિશ્રા: ૧ વખત રકમ હટાવતા અને ૫૨ વખત ચોરીમાં સહયોગ કરતા કેમેરામાં કેદ થયો છે.
-
અનુકલ્પ મિશ્રા: ૫૬ વખત સહ-અભિયુક્તોની મદદ કરતા જોવા મળ્યો છે.
-
રમાશંકર મિશ્રા: ૧ વખત રકમ ગાયબ કરતા કેમેરામાં ઝડપાયો છે.











