Assam Kaziranga Accident: કાઝીરંગામાં ટ્રક-મિનિબસની ભીષણ ટક્કર,24 લોકોના મોત

ગોલાઘાટ જિલ્લાના રોંગાજાન નજીક ટ્રક અને મુસાફરોથી ભરેલી મિનિબસ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 24 થયો હોવાના અહેવાલ છે.

અસમના કાઝીરંગા વિસ્તારમાં શુક્રવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ગોલાઘાટ જિલ્લાના રોંગાજાન નજીક ટ્રક અને મુસાફરોથી ભરેલી મિનિબસ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 24થયો હોવાના અહેવાલ છે. મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે.

અકસાન્ટ એટલો ભયાનક હતો કે મિનિબસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અનેક મુસાફરો વાહનની અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી.

રોંગાજાન નજીક ટ્રક સાથે મિનિબસની ટક્કર

પ્રાથમિક અહેવાલો મુજબ, મિનિબસ કાઝીરંગા નજીકના માર્ગ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા કન્ટેનર ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી.

ટક્કર એટલી ગંભીર હતી કે મિનિબસમાં સવાર મુસાફરોને ભારે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં અનેક લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

શરૂઆતમાં 12 મોત, હવે મૃત્યુઆંક 24 થયો

અકસાન્ટ બાદ શરૂઆતના અહેવાલોમાં 12 લોકોનાં મોત થયાં હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ બચાવ કામગીરી અને વધુ વિગતો સામે આવતાં મૃત્યુઆંક વધતો ગયો હતો.

13 નવેમ્બરની મોડી સાંજના અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં 24 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હોવાનું જણાવાયું છે.

ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા

અકસાન્ટ બાદ સ્થાનિક લોકો અને પોલીસની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને બચાવ ટીમો પણ સક્રિય થઈ હતી.

અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ

પ્રાથમિક અહેવાલોમાં મિનિબસની વધુ ઝડપ અને ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હોવાની વાત સામે આવી છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!