Gujarat

CAની પરીક્ષા વર્ષમાં બેની જગ્યાએ ત્રણવાર લેવાશે, ICAI ના ચેરમેન અનિકેત તલાટીએ GCCIના સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું

CAની પરીક્ષા વર્ષમાં બેની જગ્યાએ ત્રણવાર લેવાશે, ICAI ના ચેરમેન અનિકેત તલાટીએ GCCIના સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું

- CA ફાઉન્ડેશન અને ઇન્ટરમિડીયેટની પરીક્ષા હવે વર્ષમાં ત્રણવાર લેવામાં આવશે
- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કોર્ષમાં સતત વધી રહેલી વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો

અમદાવાદ, શનિવાર 

  CA ફાઉન્ડેશન અને ઇન્ટરમિડીયેટની પરીક્ષા જે વર્ષમાં બે વાર લેવામાં આવતી હતી મે અને નવેમ્બરમાં તે હવે વર્ષમાં ત્રણવાર લેવામાં આવશે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ના ચેરમેન અનિકેત તલાટીએ GCCIના સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું છે. આ કાર્યક્રમ જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન હાજર હતા ત્યારે તલાટીએ જણાવ્યું કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કોર્ષમાં સતત વધી રહેલી વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે મે 2024થી અમલમાં આવશે.તેમણે વધુ કહ્યું કે, અમદાવાદ આજે સમગ્ર ભારતમાં ICAIની બીજી સૌથી મોટી બ્રાન્ચ છે. 15 હજારથી વધુ CA અમદાવાદમાં છે. CA માટે નવા કોર્ષની મંજુરી આપવા માટે તલાટીએ નિર્મલા સીતારામનનો આભાર માન્યો. નાણામંત્રી નિર્મલા સીતારામન GCCI ખાતે કાર્યક્રમમાં વેપારીઓ સાથે સંવાદ કરવા પહોંચ્યા હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓ અને ICAIના ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ્સ સાથે સંવાદ કર્યો હતો. વિકસિત ભારત 2047 પર પણ સંવાદ કર્યો હતો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

 તેમણે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેમાં રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થા કઈ રીતે સુધારી શકાય, MSME, ટેક્સટાઇલ અને કેમિકલના ઉદ્યોગ થકી અર્થવ્યવસ્થા મજબૂત બનાવવા, GST રીટર્ન અને ટેક્સ સહિતની મુંજવણો, સેમી કન્ડક્ટ, આઇટી હબ, એઆઈ ટેક્નોલોજી, હાઇડ્રોજન એનર્જીના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, જીડીપી ગ્રોથ વધારવા અને ઇન્ટરનેશનલ સિસ્ટમથી આગળ વધવા પ્રયાસ કરાશે. આ સંવાદ કાર્યક્રમમાં વેપારીએ પ્રશ્ન કર્યો હતો કે, અમારો શિપિંગ અને ઇન્સ્યોરન્સ કોસ્ટ વધતો જાય છે ત્યારે સિતારામને કહ્યું હતું કે, તમારા સજેશન મોકલજો.

  નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, 2014માં પીએમ તરીકે મોદીએ ચાર્જ સંભાળ્યો ત્યારે સ્થિતિ અલગ હતી, ઇકોનોમીની સ્થિતિ ખરાબ હતી, 22 મહિના ડબલ ડીજીટમાં રહ્યું હતું. મોદી પીએમ બન્યા બાદ સ્થિતિ બદલાઈ છે. ત્યારે ટ્વીન બેલેન્સ શીટ શરૂ કરવામાં આવી હતી. એક બેલેન્સ સીટ કંપનીની અને એક બેલેન્સ સીટ બેંકની, RBI એ પણ કહ્યું હતું કે, ટ્વીન બેલેન્સ સીટથી ફાયદો જ થયો છે. યશ બેન્ક અને પંજાબ બેન્કમાં જે સમસ્યા થઈ તેનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

 વધુમાં કહ્યું હતું કે, 2047 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન પૂરું થશે, ગુજરાત રીન્યુએલ એનર્જી સેક્ટરમાં આગળ છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં વધારો થયો છે. વિકસિત ભારત 2047 પર સંવાદમાં નિર્મલા સીતારામને નિવેદન આપતા કહ્યું હતું કે, 2014 બાદ ભારત દેશની ઈકોનોમીનો સ્થિર ગ્રોથ જોવા મળ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતની ઇકોનોમીએ દુનિયામાં વિકસિત દેશનું ઉદાહરણ આપ્યું છે.ભારત પાસે હવે દરેક પ્રોબ્લેમના સોલ્યુશન છે. 2017થી 2019માં બેન્કને મર્જ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. બેંકોની કોઈપણ પ્રક્રિયા કે ટેક્નિકલ પક્રિયાઓમાં વિલંબ ના થયો, મને એ વાત કહેતા ગર્વ થાય છે કે ભારત હવે ખાલી ભારત નથી આત્મનિર્ભર ભારત છે. 

  ભારતના મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતનો ફાળો મહત્વનો છે. આજે ભારત સેમીકન્ડક્ટરનું હબ બનશે તો ગુજરાતની ઇકો સીસ્ટમના કારણે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ માટે દુનિયાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.નેનોને પશ્ચિમ બંગાળથી ગુજરાત લાવવાની પ્રક્રિયા બાદ હજીપણ અન્ય કંપનીઓને લાવવાનું જારી છે, હવે ગુજરાતીઓ સેમીકંડક્ટર પણ બનાવશે, પોલિસી, ગવર્નન્સ અને ઇકો સિસ્ટમના કારણે ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં યોગ્ય સિસ્ટમ અને ભવિષ્ય જોઈ રહ્યું હોવાથી યુનિટ સ્થપાઈ રહ્યા છે. ભારતના પેટ્રોકેમીકલ્સ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 62 ટકા છે. કેમિકલ ઉત્પાદનમાં 35 ટકા, 90 ટકા સોડાએશ અને 20 ટકા કોસ્ટિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો છે. ગુજરાત દેશની વસ્તીના માત્ર 5 ટકા અને 6 ટકા જમીન ધરાવતું હોવા છતાં દેશના અર્થતંત્રમાં વિપુલ યોગદાન છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

CAની પરીક્ષા વર્ષમાં બેની જગ્યાએ ત્રણવાર લેવાશે, ICAI ના ચેરમેન અનિકેત તલાટીએ GCCIના સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું