Sports

મિશેલ સ્ટાર્કે તોડ્યો મિશેલ જોન્સનનો સૌથી મોટો રેકોર્ડ, ODIમાં રચ્યો ઈતિહાસ

મિશેલ સ્ટાર્કે તોડ્યો મિશેલ જોન્સનનો સૌથી મોટો રેકોર્ડ, ODIમાં રચ્યો ઈતિહાસ
- મિચેલ સ્ટાર્ક ભલે ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને જીત તરફ લઈ જવામાં સફળ ન થઈ શક્યો, પરંતુ તેણે 2 વિકેટ લઈને નવો રેકોર્ડ બનાવ્યો
- સ્ટાર્કે એક જ ઓવરમાં યજમાન ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડીને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો
ન્યૂદિલ્હી,બુધવાર 

  યજમાન ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ODI શ્રેણી રિવરસાઇડ ગ્રાઉન્ડ, ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 304 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો પરંતુ તે જીતી શકી નહોતી. કેપ્ટન હેરી બ્રુકની અણનમ સદીની મદદથી ઈંગ્લેન્ડે વરસાદથી પ્રભાવિત DLS મેચમાં ઓસ્ટ્રેલિયાને 46 રને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે સતત 7 મેચ હાર્યા બાદ ઈંગ્લેન્ડને પ્રથમ જીત મળી હતી, ત્યારે કાંગારૂ ટીમની જીતનો સિલસિલો અટકી ગયો હતો. સતત 14 ODI જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાને પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

  ઓસ્ટ્રેલિયા આ મેચમાં હારી ગયું હોવા છતાં તેના એક બોલરે 2 વિકેટ લઈને નવો ઈતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયાના સ્કોરનો પીછો કરતી વખતે ઇંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ડાબા હાથના ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે એકલા હાથે ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડીનો સામનો કર્યો.સ્ટાર્કે પહેલા ત્રીજી ઓવરના બીજા બોલ પર ખતરનાક ફિલ સોલ્ટનો શિકાર કર્યો અને પછી એ જ ઓવરના છેલ્લા બોલ પર બેન ડકેટને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે એક જ ઓવરમાં 2 વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો હતો.

  સ્ટાર્કે ફિલ સોલ્ટના રૂપમાં ODIમાં તેની 240મી વિકેટ લીધી હતી. આ સાથે તે ઓસ્ટ્રેલિયા માટે ODIમાં સૌથી વધુ વિકેટ લેનારો ડાબોડી ફાસ્ટ બોલર બની ગયો. તેણે દિગ્ગજ મિશેલ જોન્સનનો રેકોર્ડ તોડ્યો , આ પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ વિકેટ લેનારા ડાબા હાથના ફાસ્ટ બોલરોમાં જોન્સન પ્રથમ સ્થાને હતો. તેણે 153 ODI મેચમાં 239 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે સ્ટાર્કે તેની 123મી મેચમાં આ મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.

  વનડેમાં સૌથી વધુ વિકેટ લેનારા ડાબા હાથના ફાસ્ટ બોલરોમાં વસીમ અકરમ ટોપ પર છે. શ્રીલંકાના ચામિંડા વાસ બીજા સ્થાને અને ઝહીર ખાન ત્રીજા સ્થાને છે. મિચેલ સ્ટાર્ક હવે ચોથા સ્થાને પહોંચી ગયો છે જ્યારે મિશેલ જોન્સન ચોથાથી પાંચમા સ્થાને સરકી ગયો છે.સ્ટાર્ક હવે વનડેમાં સૌથી વધુ વિકેટ લેનારો ચોથો ઓસ્ટ્રેલિયન બોલર બની ગયો છે. ઓસ્ટ્રેલિયા તરફથી વનડેમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ગ્લેન મેકગ્રાના નામે છે. આ પછી બ્રેટ લી અને બીજા નંબરે શેન વોર્ન આવે છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

મિશેલ સ્ટાર્કે તોડ્યો મિશેલ જોન્સનનો સૌથી મોટો રેકોર્ડ, ODIમાં રચ્યો ઈતિહાસ