- ખોટા દસ્તાવેજોનાં આધારે ખોટો બાનાખત - પાવર ઓફ એટર્ની થયાનું બહાર આવ્યું હતું
- કલેક્ટરના હુકમથી ડભોડા પોલીસે ભૂ માફિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
રાયપુરની 25 વીઘા જમીન પચાવવાનું ભૂમાફિયાઓનું કારસ્તાન : ખોટો પાવર ઓફ એટર્ની - બાનાખત કરી 11 લાખ ચૂકવી દીધાનો કારસો રચ્યો
- ખોટા દસ્તાવેજોનાં આધારે ખોટો બાનાખત - પાવર ઓફ એટર્ની થયાનું બહાર આવ્યું હતું
- કલેક્ટરના હુકમથી ડભોડા પોલીસે ભૂ માફિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ગાંધીનગરના રાયપુરની 25 વીઘા જમીન પચાવવાનું ભૂમાફિયાઓનું કારસ્તાન સામે આવ્યું છે. રાયપુર ગામના ખેડૂતની જાણ બહાર ભૂમાફિયાઓએ 25 વીઘા જમીન હડપવા કે તોડ કરવાના ઈરાદે ખોટો પાવર ઓફ એટર્ની - બાનાખત કરી ખેડૂતને 11 લાખની રકમ પણ ચૂકવી દીધાનો કારસો રચ્યો છે. અંતે કલેક્ટરનાં હુકમથી ડભોડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાયપુર ગામે રહેતા કાંતિજી સોલંકી (ઠાકોર) વડીલોપાર્જિત 25 વીઘા જમીન આવેલી છે. વર્ષ 2015 માં તેમના પિતા શંકાજી સોલંકીને હેમરેજ અને પેરાલીસીસ હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યારથી તેઓ પથારીવશ હતા. તેઓની હયાતીમાં જુલાઈના 2020 માં કાંતિજીએ પોતાના નામે વારસાઈ દાખલ કરાવી હતી. બાદમાં 80 વર્ષની વયે તેમના પિતાનું અવસાન થયું હતું. ત્યારે દોઢેક વર્ષ અગાઉ જુન 2023 માં કાંતિજીનાં બનેવીએ ઉપરોક્ત જમીનનો પાવર ઓફ એટર્ની કરાર - બાનાખત થયેલા હોવાના કાગળો વોટ્સઅપથી મોકલી આપ્યા હતા. જેનાં વધુ કાગળોની નકલો કઢાવતા માલુમ પડેલ કે, જનરલ પાવર ઓફ એટર્ની કરાર તથા બાનાખત તેમના પિતાએ 2020 માં અલ્કેશભાઈ ભેમાભાઈ દેસાઈ (રહે. ગણેશનગ૨ સોસાયટી ગોવિંદવાડી ઇસનપુર અમદાવાદ) ને કરી આપ્યો હતો. જેની અવેજીમાં 9 લાખ રોકડા ટુકડે ટુકડે તેમજ અન્ય ચેક મળીને કુલ રૂ. 11 લાખ ચૂકવ્યા હોવાની પણ વિગતો હતી.આથી કાંતિજીએ તેમના મૃત પિતાનું બેંક એકાઉન્ટ તપાસતા કોઈ પૈસા જમા નહીં થયા હોવાનું માલુમ પડયું હતું.
આ મામલે કાંતિજીએ કલેક્ટર સીટ સમક્ષ ફરીયાદ કરી અખબારમાં નોટિસ પણ પ્રસિદ્ધ કરાવી હતી. ત્યારે સીટની તપાસમાં ખોટા દસ્તાવેજોનાં આધારે ખોટો બાનાખત - પાવર ઓફ એટર્ની થયાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે કલેક્ટરના હુકમથી ડભોડા પોલીસે ભૂ માફિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો