- 260 કરોડના ખર્ચે 5 એકર જમીનમાં નિર્માણ પામશે મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ
- ખાત મુહૂર્ત સમયે દેશના મહત્તમ રાજ પરિવારો ઉપસ્થિત રહેશે
નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ માનો એક પ્રોજેકટ એટલે કેવડિયા ખાતેનું મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ., જેનું ખાત મુહુર્ત કરવા માટે તેઓ 31 ઓક્ટોબરે કેવડિયા આવી રહ્યા છે.નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતને અનેક ભેટ -સોગાદ તેમણે આપી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કેવડિયામાં નિર્માણ કર્યા બાદ હવે તેઓ કેવડીયાને બીજી ભેટ આપવા જઈ રહ્યા છે. અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
પ્રાપ્ત માહિતી મુજબ હવે કેવડીયા માં બનશે મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ, જેમાં દેશના 562 રજવાડાનું આઝાદી મેળવવા માટે તેમજ આઝાદી બાદ દેશને એકત્રિત કરવા માટેનું યોગદાન દર્શાવવામાં આવશે. વર્ષ 2021માં મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમનું ખાત મુહુર્ત કરવા માટે કમિટી રાજ્ય સરકારદ્વારા બનાવવામાં આવી હતી. આ કમિટી દ્વારા અલગ અલગ રાજ્યોની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ વર્તમાન રાજ પરિવારોના મત અને સૂચન પણ લેવાયા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને 260 કરોડના ખર્ચે 5 એકર જમીનમાં નિર્માણ પામનાર મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમની ભેટ આપવા જઈ રહ્યા છે. સરદાર પટેલનો જન્મ દિવસે 31 ઓક્ટોબર એકતા દિવસે મોદી તેનું ખાત મુહૂર્ત કરશે. કમિટી એ અત્યાર સુધી દિલ્હી, વડોદરા, રાજકોટ , રાજસ્થાન, મૅસુર સહિત દેશમાં 15 પ્રિન્સી સ્ટેટ સાથે મુલાકાત કરી છે. ઉપરાંત માહિતી મુજબ ખાત મુહૂર્ત સમયે દેશના મહત્તમ રાજ પરિવારો ઉપસ્થિત રહેશે એવી આશા રાખવામાં આવી છે. મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ભારતની આઝાદી સમયે 562 રાજવી પરિવારોના બલિદાન અને ત્યાગની થીમ પર તૈયાર કરાશે. સરદાર પટેલ અને રાજવી પરિવારોના સન્માનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ વધુ એક મહત્પવ પૂર્ણ પગલું છે. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા કરવા માટે 2 વર્ષનો સમય લાગશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો
![દેશના 562 રજવાડાનું યોગદાન મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ વડાપ્રધાનની ગુજરાતને વધુ એક ભેટ : એકતા દિવસે ખાત મુહૂર્ત થશે](https://weunetwork.com/public/ad/1731358813_530ef6ac1772e76bec70.jpeg)