District

રાધનપુરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને પહોંચેલી કારને શેરથા ટોલટેક્સથી ઝડપી પાડી, 1100 બોટલો સહિત 16 લાખનો મુદ્દામાલ જપ્ત

રાધનપુરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને પહોંચેલી કારને શેરથા ટોલટેક્સથી ઝડપી પાડી, 1100 બોટલો સહિત 16 લાખનો મુદ્દામાલ જપ્ત

- 1 લાખ 21 હજારની કિંમતની દારૂની 1100 બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
- વિદેશી દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો

ગાંધીનગર, શુક્રવાર 

  રાધનપુરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ગાંધીનગરની હદમાં પ્રવેશેલી નંબર પ્લેટ વિનાની ઈનોવા કારને લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે શેરથા ટોલટેક્ષથી આંતરી લઈ રૂ. 1 લાખ 21 હજારની કિંમતની દારૂની 1100 બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડી વિદેશી દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ લોકસભા ચૂંટણી અન્વયે દારૂની હેરાફેરી થતી અટકાવવા માટે બાઝ નજર રાખી અસરકારક કામગીરી કરવા તાબાનાં અધિકારીઓને કડક સૂચનાઓ આપવામા આવેલી છે. ત્યારે એલસીબી પીઆઈ એચ પી પરમારની ટીમના પીએસઆઇ આર જી દેસાઈ પોતાની ટીમ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે, મહેસાણા તરફથી અમદાવાદ બાજુ જતી એક સફેદ કલરની નંબર પ્લેટ વિનાની ઇનોવા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે.એવામાં છેક રાધનપુરથી દારૂ ભરેલી કાર લઈને વડોદરા તરફ નીકળેલા બે બુટલેગરો પૈકીનાં એકને ગાંધીનગરના શેરથા ટોલટેક્સથી ઝડપી લઈ વિદેશી દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી 16 લાખ 21 હજારનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે.

  જે હકીકતના આધારે એલસીબીએ શેરથા ટોલટેક્ષ નજીક વોચ ગોઠવી દીધી હતી. જો કે બાતમી મુજબની કારનાં ચાલકે પોલીસની નાકાબંધી બંધી જોઈને ટોકટેક્ષ પહેલા જ કાર રોકી દીધી હતી. જેમાથી બે ઈસમો ઉતરીને સીધા ભાગવા લાગ્યા હતા. જેથી પોલીસે બે ઈસમો પૈકીના એકને પીછો કરીને પકડી લીધો હતો. જ્યારે તેનો સાથીદાર અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. બાદમાં પોલીસે ઈસમની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ ભાવેશ બાબુભાઈ રાવળ (ઉ.વ.25 રહે.230, ભીલવાસ, નાયકા, તા.સમી, જી.પાટણ હાલ રહે. ક્રિષ્ણા બંગ્લોઝ સામે, ખેતરમાં, રાધનપુર) તેમજ નાસી ગયેલ ગાડીના ડ્રાઈવરનું નામ આકાશ જયંતીભાઇ રાવળ (રહે, જેઠાસર, રાધનપુર) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે કારની તલાશી લેતાં વચ્ચેની સીટ તથા પાછળની સીટમાં ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થાની 23 પેટીઓ મળી આવી હતી.

  જ્યારે ગાડીના માલિકનું નામ ઠાકોર ભાથીજી હમીરજી (રહે.ઠાકોરવાસ, બામરોલી, પાટણ) હોવાના પુરાવા મળ્યા હતા. આ અંગે ભાવેશ રાવળે કબૂલાત કરેલી કે, રાધનપુરથી ભાથીજી ઠાકોરે નંબર પ્લેટ વિનાની ગાડીમાં દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. અને વડોદરા ખાતે તે કહે ત્યાં દારૂની ડીલીવરી આપવા માટે ડ્રાઈવર આકાશ રાવળ સાથે નિકળ્યો હતો. જો કે પાટણ અને મહેસાણાની હદ વટાવીને ગાડી ગાંધીનગરની હદમાં પ્રવેશી હોવાની ગંધ આવી જતાં એલસીબીએ દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી 1 લાખ 21 હજારનો દારૂનો જથ્થો તેમજ 15 લાખની કાર મળીને કુલ રૂ. 16.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

રાધનપુરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને પહોંચેલી કારને શેરથા ટોલટેક્સથી ઝડપી પાડી, 1100 બોટલો સહિત 16 લાખનો મુદ્દામાલ જપ્ત