Gujarat

દેવ દિવાળીની શુભેચ્છા સાથે ચાતુર્માસ સમાપ્તિ અને સાધ્વીજી ભગવંતોના વિહાર પર્વની ભવ્ય ઉજવણી

- ચાતુર્માસ સમાપ્તિનો પાવન પ્રસંગ
- સત્યા એલીગન્સ ખાતે વૈરાગ્ય અને વ્યાખ્યાનનો કાર્યક્રમ
- લાભાર્થી પરિવાર દ્વારા નવકારશી તથા આશીર્વાદ સમારંભ

અમદાવાદ, શુક્રવાર 

  પરમ પૂજ્ય શ્રી આગામોદ્ધરક આનંદ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય શ્રી નરદેવ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાવર્તીની પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી પ્રશમશીલાશ્રીજી મહારાજ સાહેબના શિષ્ય આપણા શ્રી સંઘમાં ઉપસ્થિત એવા પૂજ્ય સાધ્વીજી શ્રી પ્રશમશ્રેયાશ્રીજી મહારાજ સાહેબ પૂજ્ય સાધ્વીજી શ્રી પ્રશમશેણા શ્રીજી મ.સા , પૂજ્ય સાધ્વીજીશ્રી પ્રશમૅષ્ઠી શ્રીજી મ.સાની નિશ્રામાં અનેકવિધ તપસ્યાઓ, અનુષ્ઠાનો અને આરાધનાઓ કરાવવામાં આવી.

  સાધ્વીજી ભગવંતના ચાતુર્માસ પરિવર્તન નો લાભ શ્રીમતી જિજ્ઞાબેન બીપીનભાઈ શાહ પરિવારે લીધેલ છે. પટ્ટ દર્શન સવારે ૫:૪૫ કલાકે શરૂ થશે ત્યાર બાદ ચાતુર્માસ પરિવર્તન દાદાવાડી મુકામેથી વાજતે ગાજતે સવારે ૭ : ૦૦ કલાકે થી નીકળી લાભાર્થીના નિવાસસ્થાને એટલેકે સત્યા એલીગન્સ મુકામે જશે જ્યાં સાધ્વીજી ભગવંત દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે અને ત્યારપછી લાભાર્થી પરિવાર દ્વારા નવકારશી રાખેલ છે.

દેવ દિવાળીની શુભેચ્છા સાથે ચાતુર્માસ સમાપ્તિ અને સાધ્વીજી ભગવંતોના વિહાર પર્વની ભવ્ય ઉજવણી