![શું તમને અન્ય કરતા વધારે ઠંડીનો અનુભવ થાય છે ? હોઈ શકે વિટામિન્સની ઉણપ](https://weunetwork.com/public/news/1732882919_0cc4f4b9bcce9925dd07.jpg)
- શરીરમાં કેટલાક વિટામિન્સ એવા હોય છે જે શરીરમાં થર્મોરેગ્યુલેશનનું કામ કરે છે.
- પરંતુ જો તેની કમી હોય તો તમને બીજા લોકો કરતા વધારે ઠંડી લાગે છે.
અમદાવાદ, શુક્રવાર
શિયાળામાં કેટલાક લોકોને અન્ય કરતા વધુ ઠંડી લાગતી હોવાની ફરિયાદ તમે સાંભળી હશે. શિયાળાની શરૂઆત થતા જ લોકોએ તેમના જેકેટ્સ, શોલ અને ગરમ કપડાં કબાટમાંથી કાઢી લેતા હોય છે. એક તરફ કેટલાક લોકો હજી પણ હળવા સ્વેટશર્ટ અથવા જેકેટ પહેરે છે, ત્યાં કેટલાક લોકો અત્યારથી જ જરૂરી કરતાં વધુ ઠંડી અનુભવી રહ્યા છે. શું તમારી સાથે પણ આવું થાય છે? શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે? તો વિજ્ઞાન પાસે આ પ્રશ્નનો જવાબ છે. તમને જે ઠંડી લાગે છે તેનું કારણ માત્ર હવામાન નથી, પરંતુ આ ઠંડી તમારા શરીરમાં વિટામિનની ખામીનો સંકેત હોઈ શકે છે. તો ચાલો જાણીએ આવું કેમ થાય છે અને મેડિકલ સાયન્સ તેના વિશે શું કહે છે. ઘણા વિટામિન્સ શરીરમાં થર્મોરેગ્યુલેશન માટે કામ કરે છે. જાણો તે ક્યા વિટામીન છે, જેની શરીરમાં ઉણપ હોય છે તો તમને વધારે ઠંડી લાગે છે.
બોડીનું ટેમ્પરેચર જાળવી રાખવાની પ્રોસેસને થર્મોરેગ્યુલેશન કહેવાય છે. વિટામિન અને ન્યૂટ્રિઅન્ટ્સની ખામી, જેમ કે આયર્ન, વિટામિન B12 અને ફોલેટની કમી, આ પ્રોસેસમાં અવરોધ ઉભો કરે છે. તે જ કારણ છે કે આ વિટામિનની ખામીના કારણે તમારા શરીરમાં ગરમી જાળવવાની ક્ષમતા ઘટી જાય છે અને તમે વધારે ઠંડી અનુભવો છો.
હિમોગ્લોબિન બનાવવા માટે આયર્ન જરૂરી છે, જે રેડ બ્લડ સેલ્સમાં રહેલ પ્રોટીન છે અને તમારા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જો ઓક્સિજન યોગ્ય રીતે નથી પહોંચતો, તો તમારા સ્નાયુઓ અને ટિશૂ જરૂરી ગરમી ઉત્પન્ન કરી શકતા નથી. આ જ આયર્ન ડેફિશિયન્સી એનિમિયા તરીકે ઓળખાય છે, જેથી ઠંડી લાગવી, થાક અને નબળાઈ જેવી સમસ્યાઓ થાય છે. “ધ લેન્સેટ હેમાટોલોજી”ની એક સ્ટડીમાં સામે આવ્યું કે, આયર્નની કમી ધરાવતા લોકોમાં લોહીમાં ઓક્સિજનનો પ્રવાહ ઓછો હોવાથી વધારે ઠંડી અનુભવે છે.
વિટામિન B12 શરીરમાં રેડ બ્લડ સેલ્સ અને મસ્તિષ્કના યોગ્ય કામકાજ માટે ખૂબ જરૂરી છે. તેની ખામીથી શરીરમાં હેલ્ધી રેડ બ્લડ સેલ્સ નથી બની શકતા. તેનાથી વિટામિન B12 ડેફિશિયન્સી એનિમિયા થઈ શકે છે. જેથી હાથ-પગ જેવા અંગોમાં ઠંડી અને શરીરમાં ઓક્સિજન સર્ક્યુલેશનમાં સમસ્યા આવે છે. “અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રીશન”માં પ્રકાશિત એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, B12ની ખામી થર્મોરેગ્યુલેશનને નબળું કરે છે, જેથી ઠંડી સામે સંવેદનશીલતા વધી જાય છે.
ફોલેટ, એટલે કે B9, વિટામિન B12 સાથે રેડ બ્લડ સેલ્સ બનાવે છે. તેની ઉણપને કારણે આ પ્રોસેસમાં વિક્ષેપ આવે છે, જેના કારણે ઠંડી લાગવી, થાક લાગવો અને બ્લડ સર્ક્યુલેશન નબળું પડવું જેવી સમસ્યાઓ થાય છે. “બ્રિટિશ મેડિકલ જર્નલ” અનુસાર, ફોલેટની ઉણપ ધરાવતા લોકોમાં ઓક્સિજનની અછતને લગતા લક્ષણો, જેમ કે ઠંડી લાગવી, સામાન્ય છે. ફોલેટ મેળવવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ અને ખાટાં ફળો ખાઓ.
તમે જાણતા જ હશો કે તમારી સ્કિન હેલ્થ માટે વિટામિન સી કેટલું મહત્વનું છે. પરંતુ તેની ઉણપને કારણે તમને ઠંડી પણ લાગી શકે છે. આયર્નની ઉણપ કેટલી ખતરનાક હોય છે તેનાથી સૌ પરિચિત હશે. પરંતુ ઘણી વખત આયર્ન લીધા પછી પણ આયર્નની ઉણપ થાય છે કારણ કે તમે પૂરતા પ્રમાણમાં વિટામિન સી નથી લેતા. શરીરમાં આયર્નને એબ્સોર્બ માટે વિટામિન સીની જરૂર પડે છે. વિટામિન સીની ઉણપથી એનિમિયા થઈ શકે છે, જેના કારણે સતત ઠંડીનો અનુભવ થઈ શકે છે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા માટે આ લીંક પર ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો
![શું તમને અન્ય કરતા વધારે ઠંડીનો અનુભવ થાય છે ? હોઈ શકે વિટામિન્સની ઉણપ](https://weunetwork.com/public/ad/1710536589_98bf624287cd32ba2f74.jpeg)