નેપાળમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે દેશના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે. શનિવાર રાત સુધી ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે 112 લોકોના મોત થયા છે. અને 38 લોકો હજુ પણ ગુમ છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
શનિવારે રાત્રે 10:30 વાગ્યે નેપાળના ગૃહ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું, જેમાં તેમણે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે 99 લોકોના મોતની માહિતી આપી. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 68 લોકો ગુમ છે જ્યારે 100 લોકો ઘાયલ છે.કાઠમંડુમાં શનિવારે 1970 પછી સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. 1970માં જ નેપાળે દેશમાં વરસાદને માપવા અને રેકોર્ડ કરવાની સિસ્ટમ શરૂ કરી હતી. શનિવારે રાત્રે 10:30 વાગ્યા સુધી ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર કાઠમંડુમાં 12, લલિતપુરમાં 20 અને ભક્તપુરમાં 5 લોકોના મોત થયા છે. ધાડિંગમાં ત્રિભુવન હાઇવે પર ઝિયાપલ્લે ખોલા ખાતે ભૂસ્ખલનમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમના મૃતદેહ કાટમાળ નીચે દટાયેલી બે બસમાંથી મળી આવ્યા હતા. બાદમાં તેને પોસ્ટમોર્ટમ માટે મહારાજગંજની ટીયુ ટીચિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો