Gujarat

હીટવેવ જોતાં સરકારે આપ્યા મોટા 7 આદેશ, શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન આપવા સૂચના

હીટવેવ જોતાં સરકારે આપ્યા મોટા 7 આદેશ, શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન આપવા સૂચના

- હિટવેવથી બચવાના ઉપાયોનો પ્રચાર પ્રસાર કરવા આદેશ અપાયો
- શહેરી વિસ્તારોમાં રોડ પર શેડની વ્યવસ્થા રાખવા જણાવાયું 

અમદાવાદ, ગુરુવાર 

  રાજ્યમાં હિટવેવની આગાહીને લઇ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. મહેસુલ વિભાગ દ્વારા વિવિધ વિભાગોને પત્ર લખી ગુજરાત હિટવેવ એક્શન પ્લાન 2024 હેઠળ કામગીરી કરવા આદેશ અપાયો છે.. આરોગ્ય વિભાગને જરૂરી તૈયારી કરવા હુકમ કરાયો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  સરકારી હોસ્પિટલ, સીએચસી-પીએચસી પર પુરતો દવાનો જથ્થો રાખવા સૂચના કરાયું છે. હિટવેવથી બચવાના ઉપાયોનો પ્રચાર પ્રસાર કરવા પણ આદેશ અપાયો છે. શહેરી વિસ્તારોમાં રોડ પર શેડની વ્યવસ્થા રાખવા જણાવાયું છે. શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન આપવા સૂચના અપાઇ છે.  હિટવેવ સાયલન્ટ ડિઝાસ્ટર હોવાથી પુરતી તૈયારી કરવાના આદેશ અપાયા છે. વાતાવરણમાં પલટા પછી ફરી એકવાર સમગ્ર રાજ્ય ગરમમાં શેકાવા લાગ્યું છે. તાપમાનનો પારો સતત વધતો જઇ રહ્યો છે.. હવામાન નિષ્ણાંતો હજુ વધારે ગરમી પડવાની આગાહી કરી રહ્યા છે. રાજ્યના 10 શહેરોમાં આકરી ગરમી પડવાની આગાહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે  25 એપ્રિલ સુધી હિટવેવ રહેશે. અને સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ તાપમાન રહેશે. 

લૂ લાગે તો આ સારવાર કરો
ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા લૂ લાગી હોય તે વ્યક્તિના માથા પર પાણી રેડવું. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ અથવા લીંબુ સરબત જેવું ઠંડુ પ્રવાહી આપવું. વ્યક્તીને તાત્કાલીક નજીકના સ્વાસ્થય કેન્દ્ર ઉપર લઇ જવા. જો શરીરનું તાપમાન એકધારુ વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, ચક્કર આવતા હોય, નબળાઈ હોય, ઊલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયા હોય તો તાત્કાલિક એમ્બ્યુલસ બોલાવવી.

આટલું ન કરો
બપોરના સમયે તડકામાં જવાનું ટાળવું. ના છૂટકે બપોરના સમયે બહાર જવાનું થાય તો શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરવી. ખુલ્લા પગે બહાર ન જવું. આવા સમયે રસોઇ ન કરો, બને તો રસોઈ વહેલા કરી લેવી. રસોડામાં હવાની અવર-જવર માટે બારી અને બારણા ખુલ્લા રાખવા. શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે શરાબ, ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ લેવાનું ટાળો. પ્રોટીનની વધુ માત્રા વાળા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠા વાળા આહારને ત્યજો. વધારે પડતી રોશની વાળા વિજળીના બલ્બનો ઉપયોગ ટાળો અને જરૂર ના હોય તો કોમ્પ્યુટર કે બીજા ઊપકરણને બંધ રાખો.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

હીટવેવ જોતાં સરકારે આપ્યા મોટા 7 આદેશ, શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન આપવા સૂચના