District

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી. કે. તથા ચૂંટણીના ઓબ્ઝર્વરઓની ઉપસ્થિતિમાં સ્ટાફનું થર્ડ રેન્ડમાઇઝેશન કરાયું

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી. કે. તથા ચૂંટણીના ઓબ્ઝર્વરઓની ઉપસ્થિતિમાં સ્ટાફનું થર્ડ રેન્ડમાઇઝેશન કરાયું

- કમ્પ્યૂટરાઇઝ પદ્ધતિથી કરવામાં આવેલ થર્ડ રેન્ડમાઈઝેશન દ્વારા અમદાવાદ જિલ્લાના મતદાન મથકો માટે અંદાજે 24,000થી વધુ ચૂંટણી સ્ટાફની ફાળવણી કરાઈ

અમદાવાદ, રવિવાર 

  ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી તારીખ 7 મે-2024ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીના મતદાન માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી. કે. તથા ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ પાંચ લોકસભા મતવિસ્તારોના ચૂંટણી ઓબ્ઝર્વર સર્વે  વિનયકુમાર, અભિનવ ચંદ્રા, પુનિત યાદવ અને શશીપ્રકાશ જહાની ઉપસ્થિતિમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફનું થર્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. કમ્પ્યૂટરાઇઝ પદ્ધતિથી કરવામાં આવેલા આ થર્ડ રેન્ડમાઈઝેશન દ્વારા અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ 21 વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકો માટે અંદાજે 24,000 વધુ ચૂંટણી સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. જે  તેમને સોંપાયેલા મતદાન મથકો પર પહોંચી જઈને ચૂંટણીના દિવસે મતદાનની પ્રક્રિયા કરાવશે.

  લોકસભા સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીમાં રોકાયેલા તમામ સ્ટાફને સમયાંતરે તાલીમો આપીને સજ્જ કરવામાં આવેલા છે તથા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથક પર કરવામાં આવેલ વ્યવસ્થાની પણ ચકાસણી કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની ચુસ્ત જાળવણી માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સંકલન કરી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રસંગે અમદાવાદ પૂર્વના ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, ચૂંટણી સ્ટાફના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર અને સુશ્રી નેહા ગુપ્તા સહિત ચૂંટણી સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી. કે. તથા ચૂંટણીના ઓબ્ઝર્વરઓની ઉપસ્થિતિમાં સ્ટાફનું થર્ડ રેન્ડમાઇઝેશન કરાયું